ભાજપ મેનીફેસ્ટો તૈયાર કરવા વલસાડ જિલ્લામાંથી 25000 સૂચનો મંગાવશે: આ ચૂચનો આધારે ભાજપનું મેનીફેસ્ટો તૈયાર થશે

ગુજરાત એલર્ટ । વલસાડ
ભાજપ આગામી લોકસભાની ચૂંટણીનું મેનિફેસ્ટો તૈયાર કરવા માટે વલસાડ જિલ્લાની વિધાનસભા દીઠ 5000 એટલે કે કુલ 25000 સૂચનો મંગાવશે. જે સૂચનો ભાજપના કાર્યકરો પ્રોફેશનલ ક્ષેત્રના એક્સપર્ટ પાસેથી મેન્યુલી પેટીમાં નખાવાશે. તથા ઇ માધ્યમથી પણ સૂચનો મંગાવી તેનો આધાર લઈ ભાજપ ચૂંટણીમાં મેનીફેસ્ટો તૈયાર કરશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૨૪ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા શ્રી.સી. આર. પાટીલની સુચના અને માર્ગદર્શન મુજબ “વિકસિત ભારત – સંકલ્પપત્ર – ૨૦૨૪ : મોદી કી ગારંટી અભિયાન” વિષય સંદર્ભે જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના નાણાં,ઊર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ પત્રકાર પરિષદ ને સંબોધન કર્યું હતું.

શ્રી કનુભાઈ દેસાઈએ “વિકસિત ભારત – સંકલ્પ પત્ર – ૨૦૨૪ : મોદી કી ગારંટી અભિયાન” અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશ માં સુચન/સુઝાવ બોક્સ પ્રજા વચ્ચે લઇ જઇ તેમના સૂચનો/સુઝાવોના આધારે “મેનીફેસ્ટો” તૈયાર કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બુથ સ્થળે ઘર ઘર જનસંપર્ક કરી જનતાના સૂચન સુઝાવો એકત્રિત કરાશે. દરેક લોકસભા સીટ પર બે એલ.ઈ.ડી પ્રચાર વાહન સતત લોકસભા વિસ્તારમાં ફરશે અને નાની નાની સભા દ્વારા સૂચન/સુઝાવ એકત્રિત કરશે. ભાજપના વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે તેમજ વિધાનસભા સ્તરે નાની-નાની બેઠકો કરી સૂચન એકત્રિત કરાશે. જેમાં વિવિધ સમૂહ જેવા કે સી.એ, વકીલ, શિક્ષક, ડોક્ટર, આઈ. ટી., પ્રોફેશનલ, વેપારી, ખેલાડી, પૂર્વ સૈનિક, સહકાર ક્ષેત્ર જેવા વિવિધ વર્ગના સમૂહના લોકોને મળી તેમના સૂચનો સુઝાવ લેવામાં આવશે. પાર્ટીમાં ચાલી રહેલા અને અન્ય અભિયાન તેમજ બેઠકોમાં પણ સૂચન/સુઝાવ પેટી રાખવામાં આવશે, સૂચન/સોઝાવો એકત્રિત કરવા ડિજિટલ માધ્યમનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં, જે માટે મિસ્ડ કોલ નંબર 90909020024 શરૂ કરવામાં આવ્યો છે, ઉપરાંત નમો એપ પર પણ જનતા પોતાના સુજાવ સૂચનો આપી શકાશે.

નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ કેન્દ્ર તેમજ ગુજરાત સરકાર દ્વારા જાહેર જનતાના સુખાકારી માટે કાર્યરત વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતીઓ આપી હતી. આ તબક્કે પ્રદેશ ઉપાધક્ષા શ્રીમતી ઉષાબેન પટેલ, વલસાડ જિલ્લાના પ્રભારી શ્રી મહેન્દ્રભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, વલસાડ લોકસભા બેઠકમાં પ્રભારી શ્રી કરસનભાઈ ટીલવા, સંયોજક શ્રી ગણેશભાઈ બીરારી, જિલ્લા ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાસનાથ પાંડે સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!