કપરાડાના વરવઠ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી દિવસભર અનેક લાભાર્થીઓ લાભાન્વિત થયા

ગુજરાત એલર્ટ। વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર-ઘર સુધી પહોંચાડી વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે ગામડાઓમાં ઠેર-ઠેર ભ્રમણ કરી રહી છે. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગામ ગામ લોકો ઉત્સાહ સાથે રથને આવકારી રહ્યા છે. ત્યારે આ રથ કપરાડા તાલુકાના વરવઠ ગામમાં પહોંચતા કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન પી.માહલાની ઉપસ્થિતિમાં કુમ કુમ તિલક કરી રથનું ઉષ્માભેર સ્વાગત કરાયુ હતું.
વલસાડ જિલ્લાના સંપૂર્ણ આદિવાસી એવા કપરાડા તાલુકાના વરવઠ ગામમાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલાએ ગ્રામજનોને સરકારશ્રીની ખેડૂતો, મહિલાઓ, બાળકો અને યુવાઓના રોજગાર માટેની યોજનાઓ, આઇસીડીએસ વિભાગની યોજનાઓ, ફોરેસ્ટ વિભાગ અને અન્ય વિભાગીય યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો. ગ્રામજનોએ સરકારની મહત્વપૂર્ણ ૧૭ જેટલી સરકારી યોજનાઓના લાભ વિશે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થી ગ્રામજનોને સરકારની યોજનાના લાભ હેઠળ સહાય અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા હેલ્થ કેમ્પનું આયોજન થયુ હતું. જેમાં ૨૫૩ લોકોએ ટીબી, ૪૮૯ લોકોએ સિકલસેલની આરોગ્યલક્ષી તપાસ કરાવી સારવાર તેમજ માર્ગદર્શન મેળવ્યુ હતું. કુલ ૮૫૬ ગ્રામજનોએ આરોગ્યની તપાસ કરાવી હતી. સ્થળ પર ૧૩ લાભાર્થીઓની ઉજવલા યોજનાના લાભ માટે નોંધણી કરવામાં આવી હતી.
યોજનાકીય લાભ લેનાર વરવઠ ગામના લાભાર્થી અર્ચિતાબેન શાંતુભાઈએ પ્રધાનમંત્રી પોષણ અભિયાન, સંગીતાબેન જિજ્ઞેશભાઈ જાદવે મિશન મંગલમ યોજના, રમણભાઈ જીવાભાઈ જાદવે ખેતીવાડી યોજના અને જિજ્ઞેશ મગનભાઈએ આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ વિશે ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ પોતાના પ્રતિભાવો આપ્યા અને અન્ય લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રાકૃતિક ખેતી આધારિત ખેતી કરવા માટે અનુરોધ કરતું ધરતી કહે પુકાર કે… લઘુ નાટક પણ પ્રસ્તુત કરવામાં આવ્યુ હતું. ડ્રોન આધારિત ટેકનોલોજીથી ખેડૂતો આધુનિક ખેતી કરી શકે તે માટે ડ્રોન ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સૌ ગ્રામજનોએ સામૂહિત સંકલ્પ પણ લીધા હતા.

આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયતના સભ્ય સંદિપભાઈ એલ. ચવરા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. મહેશભાઈ પટેલ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ગામનાં વડીલો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!