વલસાડના મરલામાં ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના મરલા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતા દ્વારા આયોજિત હેલ્થ કેમ્પમાં કુલ ૨૩૭ લોકોની તપાસ કરવામાં આવી હતી જેમાં ૧૭ લોકોએ ટીબી અને ૧૦ લોકોએ સિકલસેલની તપાસ કરાવી હતી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં ૧૪ મહિલાઓએ, આયુષ્યમાન આરોગ્ય મંદિર યોજનામાં ૨૩૭ લોકો, આયુષ્યમાન ભારત યોજનામાં ૧૮, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૪, પ્રધાનમંત્રી કિશાન સન્માન યોજનામાં ૩, પ્રધાનમંત્રી પોષણ અભિયાનમાં ૪ અને સોઈલ હેલ્થ કાર્ડ અભિયાનમાં ૩ લોકોએ નોંધણી કરાવી હતી. ગામનું નામ રોશન કરનાર કુલ ૦૮ મહિલાઓ, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સ્થાનિક કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ૪૧૨ પશુઓનુ વેક્સિનેશન પણ કરાયું હતું. ૪૯ જેટલા આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી, સરકારની વિવિધ યોજનાના લાભથી થયેલા ફાયદા અંગે વિવિધ યોજનાઓના ૦૬ લાભાર્થીઓ ‘‘મેરી કહાની, મેરી જુબાની’’ હેઠળ સફળ વાર્તા રજૂ કરી હતી. કાર્યક્રમનાં અંતે ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

શાળાના વિદ્યાર્થીઓએ ધરતી કહે પુકાર કે… નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. ખેતીમાં ડ્રોન ટેક્નોલોજી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરાયા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!