વલસાડ તાલુકાના હરિયા ગામે લાભાર્થીઓએ વડાપ્રધાનશ્રીના સંવાદને વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના હરિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ હરખભેર રથનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંવાદને લાભાર્થીઓએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો.
જન જનના સપનાં સાકાર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકકલ્યાણની યોજનાઓનો લાભ અંતિમ વ્યકિત સુધી પહોંચાડવાના આશય સાથે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા. જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા માટે અનુરોધ કરાયો હતો. ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ વિવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાના લાભથી પોતાના જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે પોતાના પ્રતિભાવ આપી અન્ય લોકોને પણ યોજનાકીય લાભ લેવા માટે અપીલ કરી હતી. પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું ‘ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, સરપંચ, ઉપસરપંચ, સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!