સાપુતારા 108 એમ્બ્યુલન્સ ટીમની પ્રશંસનીય કામગીરી

ગુજરાત એલર્ટ | આહવા
સાપુતારા 108 એમ્બ્યુલન્સને ડીલેવરીનો કેસ નીમ્બારપાડા ગામનો કેસ મળ્યો હતો. નીમ્બરપાડાની આશા વર્કર રાધા બેને એમ્બ્યુલન્સ કોલ કરતા સાપુતારાની એમ્બ્યુલન્સ સમયસર નીમ્બારપાડા ગામ માટે રવાના થઈ હતી. તે દરમિયાન
માનમોડી ગામ નજીક પાસે આશરે સમય 05:50 સાંજના અરસામાં શર્મિલાબેન હેમંતભાઈ દેશમુખ ગામ નિમ્બારપાડા ઉંમર 21 વર્ષ ને ડીલેવરી નો દુખાવો ઉપાડતા ઇએમટી મિથુનભાઈ પવાર અને પાયલોટ અશોકભાઈ દેશમુખ જેમણે એમ્બ્યુલન્સ રસ્તાની સાઈટ ઉપર ઉભી રાખી શર્મિલાબેનને એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડીલેવરી કરાવી હતી. માતા અને બાળકને જીવનો જોખમ હોવાથી નજીકની સીએચસી શામગહાન ખાતે ડીલેવરી કરાવવા લઈ જતા હતા. તે સમયે એમને વધુ ડીલેવરી નો દુખાવો ઉપાડતા ઇએમટી મિથુન ભાઈ પવાર એમને સમય સૂચકતા દાખવી સફળતાપૂર્વક માતા અને બાળકને જીવના જોખમ થી બચાવ્યો હતો. અને અમદાવાદ હેડ ઓફિસ ના ERCP ના Dr.જે ડી પટેલ સાહેબ ઇન્જેક્શન અને દવાઓ આપી હતી વધુ સારવાર માટે નજીકની સીએચસી શામગહાન માં દાખલ કર્યા હતા. એમના પરિવારએ 108 ટીમના ઇએમટી અને પાયલોટ ને એમણે આભાર વ્યક્ત કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!