ડાંગ જિલ્લાના આહવા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દોઢ માસ થી કાયમી ગાયનોલોજિસ્ટ ડોક્ટર નથી. કરાર રીન્યુ નહીં થતાં ડાંગ જિલ્લામાં પ્રસુતા મહિલાઓની હાલત વધુ કફોડી બની

ગુજરાત એલર્ટ । આહવા
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 5 ડિસેમ્બર 2023ના રોજ કોન્ટ્રાક્ટર પરના ડોક્ટરનો કોન્ટ્રાક્ટ પૂરો થયો છે. ડોક્ટરનો કોન્ટ્રાક્ટ હજુ રીન્યુ નહિ થતા હાલ આહવા હોસ્પિટલનો ગાયનોલોજીસ્ટ વિભાગ સ્ટડી ડોક્ટર અને મેટ્રોન, નર્સના ભરોસે છે. કેસમાં ક્રિટિકલ લાગતા પેશન્ટને વલસાડ અને સુરત રીફર કરતા હાલત દયનીય બની ગઈ છે.
ડાંગ જિલ્લામાં આહવા સિવિલ હોસ્પિટલ શિવાય અન્ય કોઈ મોટી હોસ્પિટલ નથી જેના કારણે ડાંગ જિલ્લાના દર્દીઓનો આધાર એક માત્ર સિવિલ હોસ્પિટલ છે. તેમાં પણ ખાસ કરીને ડિલિવરી માટે મહિને સરેરાશ 150 થી 200 ડિલિવરી થાય છે. ત્યારે આટલી મોટી હોસ્પિટલમાં એક પણ કાયમી ગાયનેક ડોક્ટર નથી. વર્ષોથી કરાર આધારિત ડોક્ટરના ભરોસે સિવિલ હોસ્પિટલનો ગાડુ ગબડાવાઈ રહ્યો છે. તેમાં પણ ગત 5 ડિસેમ્બર 2023ના રોજ ડોક્ટરનો કરાર પૂરો થઈ જતા હાલ સિવિલ હોસ્પિટલનો ગાયનોલોજીસ્ટ વિભાગ રેસીડેન્સીયલ ડોક્ટર અને નર્સના આધારે છે. ખૂબ જ ઈમ્પોર્ટન્ટ હોવા છતાં ડોક્ટરનું ગાયનોલોજીસ્ટ ડોક્ટરનો કરાર રીન્યુ નહીં થતાં ડાંગ જિલ્લામાં પ્રસુતા મહિલાઓની હાલત કફોડી બની જાય છે. ડિલિવરીમાં થોડુંક પણ ક્રિટિકલ જણાય તે સગર્ભાને આહવાથી 100 કિલોમીટર ના અંતરે આવેલા વલસાડ સિવિલ હોસ્પિટલમાં અથવા તો આહવાથી 150 કિમી ના અંતરે આવેલ સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરાતા જેના કારણે પ્રસુતાના જીવને જોખમ વધી જાય છે. ક્યારેક રસ્તામાં અધવચ્ચે 108 એમ્બ્યુલન્સમાં ડીલેવરી થવાના બનાવો પણ બન્યા છે. માટે આરોગ્ય તંત્ર ડાંગના લોકોના હિતમાં વહેલી તકે ડાંગ જિલ્લામાં કાયમી ગાયનોલોજીસ્ટ ડોક્ટરની ફાળવણી કરે તે જરૂરી છે.
વિજયભાઈ પટેલ
નાયબ મુખ્ય દંડક ગુજરાત રાજ્ય
હું તપાસ કરાવી ડાંગ જિલ્લામાં વહેલી તકે કાયમી ગાયનોલોજીસ્ટ ડોક્ટર મુકાય તે માટે સરકારમાં રજૂઆત કરું છું.
હિતેન્દ્ર
આર એમ ઓ આહવા સિવિલ હોસ્પિટલ.
આહવા સિવિલના ગાયનોલોજીસ્ટ ડોક્ટરનું કોન્ટ્રાક્ટ પૂરૂ થતા કાગળિયા કરી વહેલી તકે ડોક્ટર ફાળવવામાં આવે તેવી માંગણી કરાઈ છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!