વલસાડ એસટી વિભાગ બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને વધારાની એસટી બસો દોડાવાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લા ખાતે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ આગામી તા.૧૧/૦૩/૨૦૨૪ થી તા.૨૬/૦૩/૨૦૨૪ દરમ્યાન લેવાનાર હોવાથી વલસાડ એસટી વિભાગ દ્વારા વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયે પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તેમજ પરત લાવવા માટે સ્કૂલો દ્વારા થયેલી માંગણી મુજબ એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્કૂલો તથા સરપંચશ્રી દ્વારા પોતાની સ્કૂલ/ગામના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી જવા-આવવા માટે લેખિત રજૂઆતના આધારે પરીક્ષાના દિવસો દરમ્યાન વધુ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. પરીક્ષાર્થીઓને બહોળા પ્રમાણમાં લાભ લેવા જણાવાયું છે. વધુમાં લૈખિત/મૌખિક રજૂઆત જિલ્લા/તાલુકાના મુખ્ય બસ મથકે ડેપો મેનેજરનો સપંર્ક કરી વધુ માહિતી મેળવી વધારાની ટ્રીપોનો લાભ પરીક્ષા કેન્દ્રો સુધી મેળવી શકે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!