કપરાડાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજમાં “AI, Innovation & Quality in Higher Education” વિષય પર વર્કશોપ યોજાયો: વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સંશોધન, નવીનતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગે માર્ગદર્શન અપાયું

ગુજરાત એલર્ટ | વલસાડ
કપરાડા તાલુકાની સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ખાતે શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, Knowledge Consortium of Gujarat (KCG), Government of Gujarat તથા કોલેજના SQACના સંયુક્ત ઉપક્રમે “AI, Innovation & Quality in Higher Education” વિષય પર એક દિવસીય વર્કશોપનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણમાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સંશોધન, નવીનતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સંસ્થાકીય શ્રેષ્ઠતાના વિવિધ પાસાઓ અંગે વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સમુદાયમાં જાગૃતિ અને કૌશલ્ય વિકસાવવાનો હતો.

કાર્યક્રમમાં Knowledge Consortium of Gujarat (KCG)ના CEO તથા Higher and Technical Educationના Commissioner દિલીપકુમાર રાણાના માર્ગદર્શન હેઠળ અને કોલેજના આચાર્ય મનોજકુમાર પી. પટેલના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્કશોપના પ્રથમ સત્રમાં “Curiosity to Creativity: The Journey of Research and Innovation” વિષય પર આત્મીય યુનિવર્સિટી, રાજકોટના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીના અસોસિએટ પ્રોફેસર ડૉ. પ્રીતમ જોશી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંશોધન અને નવીનતાની પ્રક્રિયા, જિજ્ઞાસાથી સર્જનાત્મકતા તરફની યાત્રા તથા ઉચ્ચ શિક્ષણમાં સંશોધનના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
બીજા સત્રમાં “Excellence in Teaching, Learning & Innovation: Strengthening Quality for NAAC Accreditation” વિષય પર આત્મીય યુનિવર્સિટી, રાજકોટના સેન્ટર ફોર ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટના ડિરેકટર ડૉ. રવિ એસ. ટાંક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે ગુણવત્તાયુક્ત શિક્ષણ, Outcome-Based Education, ગુણવત્તા સંસ્કૃતિ, દસ્તાવેજીકરણ, Evidence-Based Practices, IQAC તથા NAAC Accreditation માટેની તૈયારી અંગે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓ તથા સહભાગીઓએ વિવિધ શૈક્ષણિક અને ગુણવત્તા આધારિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે સક્રિય ભાગ લેનાર વિદ્યાર્થીઓને Certificate of Active Participation એનાયત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન SQACના સંયોજક પ્રા. કેવલ એસ. પટેલ તથા આયોજન સમિતિના સભ્યો ડૉ. ભરત એમ. સહાણી, ડૉ. મેઘના ધરાણે, અનિશ સી. ગામીત, અમિતકુમાર એન. પરમાર અને સંદીપ એન. ટંડેલના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના અધ્યાપકગણ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ સક્રિય સહયોગ આપ્યો હતો.
વર્કશોપના સફળ આયોજનથી કોલેજમાં AI આધારિત શિક્ષણ, સંશોધન અને નવીનતા તથા ગુણવત્તા સંવર્ધન માટેની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરાઈ છે. જે બદલ કૉલેજમાં આચાર્યશ્રી મનોજકુમાર પી. પટેલ દ્વારા તમામ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!