ડાંગ જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું

ગુજરાત એલર્ટ | આહવા
લોકસભાની સામાન્ય ચૂંટણી, ૨૦૨૪ને અનુલક્ષીને ૨૬-વલસાડ (S.T) સંસદીય મતવિભાગમાં સમાવિષ્ટ, ૧૭૩-ડાંગ (S.T) મતદાર વિભાગનું મતદાન પણ, રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી તા.૭/૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે.
ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમળાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો સાથે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટર મહેશ પટેલના નેતૃત્વમાં, ડાંગ જિલ્લા સેવા સદન ખાતે ‘મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ’ અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ અને સિગ્નેચર કેમ્પેઇન સહિતના કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલે સિગ્નેચર કેમ્પેઇનના હું મતદાન અવશ્ય કરીશની નેમ સાથે સિગ્નેચર કેમ્પેઇનમા ભાગ લઇ, અન્ય અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના મતદારોને આ કેમ્પેઇનમા જોડાવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા સેવા સદન ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત સેલ્ફી સ્ટેન્ડ અને સિગ્નેચર કેમ્પેઇન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં નાગરીકોએ ‘10 મિનિટ દેશ માટે – લોકસભા ચુંટણીમાં મત માટે’, ‘ચુંટણીનું પર્વ – દેશનું ગર્વ’, ‘મતદાનથી વિષેશ કંઈ નથી’ જેવા વિવિધ સ્લોગન પર સહિ કરી હતી. આ સાથે જ જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલે મતદાન જાગૃતિવાળા સેલ્ફી પોઈન્ટ પર સેલ્ફી લઈને અન્ય લોકોને પ્રેરણા પુરી પાડી હતી, તેમજ મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતાં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!