ગુજરાત એલર્ટ | વલસાડ
શ્રીમતી જે. પી. શ્રોફ આર્ટ્સ કૉલેજ, વલસાડના અંગ્રેજી વિભાગ દ્વારા તા.02/02/2026 ના રોજ “ડે ઓફ ધ ડિપાર્ટમેન્ટ” પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ હતું. “એન્ચાન્ટોપીઆ” નામક આ કાર્યક્રમમાં સમગ્ર કૉલેજના અંગ્રેજી વિભાગમાં અભ્યાસ કરતા ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓએ અત્યંત ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંગ્રેજી ભાષાનાં ઉત્તમ પુસ્તકોમાંથી નાટક, કાવ્ય પઠન, સમૂહગીત, સંભાષણ, સ્વગતોક્તિ વગેરેની પ્રસ્તુતિ કરવાની સાથોસાથ થીમ-બેઝ્ડ ‘સ્કીટ, ‘માઈમ’ અને નૃત્ય પણ રજૂ થયેલાં હતાં. ભારતીય દિગ્ગજ લેખક વિજય તેંદુલકર દ્વારા લિખિત નાટક “સાઈલેન્સ! ધ કોર્ટ ઈઝ ઈન સેશન” નાટકને દર્શકોએ મન ભરીને માણ્યું હતું.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દોલત ઉષા ઈન્સ્ટિટ્યૂટ ઑફ એપ્લાઇડ સાયન્સ કૉલેજનાં પ્રાધ્યાપિકા ડૉ. પ્રતીક્ષા પારેખ તથા વલસાડ જિલ્લાના ડી.ઈ.ઓ. રાજશ્રી ટંડેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં કૉલેજના આચાર્ય શ્રી જી. એમ. બુટાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.

અંગ્રેજી વિભાગનાં અધ્યક્ષા પ્રોફેસર જાગૃતિબહેન પટેલે ઉપસ્થિત મહેમાનો, વિદ્યાર્થીઓ, વાલીઓ, અન્ય કૉલેજમાંથી પધારેલા પ્રાધ્યાપકો સૌનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ અંગ્રેજી વિભાગનાં પ્રાધ્યાપિકા ડૉ. સપના દેસાઈએ કરી હતી તથા સંચાલન કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું.
