વલસાડ માટે ગૌરવની ક્ષણ- હનુમાન શેરીની દીકરી દ્રષ્ટી ભાનુશાલીએ ભાતીગળ ગરબામાં રાષ્ટ્રીય સન્માન મેળવ્યું: સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ૧૩ વર્ષીય દ્રષ્ટીએ ગરબાનું પ્રસ્તુતિકરણ કર્યું હતું

ગુજરાત એલર્ટ | વલસાડ
કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય વિભાગ હસ્તકના માય ભારત (My Bharat) દ્વારા સુરતના આંગણે આયોજિત શેરી ગરબા, ભાતીગળ ગરબા, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા સ્પર્ધામાં વલસાડના દિક્ષીત મોહલ્લામાં હનુમાન શેરી ખાતે રહેતી અને સેન્ટ જોસેફ ઈ.ટી. હાઈસ્કૂલમાં ધો.૮માં અભ્યાસ કરતી દૃષ્ટિ ભાનુશાલીએ ભાતીગળ ગરબાની આગવી પરંપરાને જાળવી રાખવા બદલ રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરી વલસાડનું ગૌરવ વધાર્યુ છે.

સુરત ખાતે યોજાયેલા આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મેયર માયાબેન માવાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા દિલ્હીના પ્રભારી દર્શનાબેન જરદોશ સહિત અનેક મહાનુભાવોના હસ્તે દૃષ્ટિ ભાનુશાલીનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતી લોકસંસ્કૃતિ અને ભાતીગળ ગરબાની પરંપરાને જીવંત રાખનાર દૃષ્ટિ ભાનુશાલીને આ રાષ્ટ્રીય સન્માન બદલ શાળા પરિવારે પણ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરી હતી.

દૃષ્ટિએ ખૂબ નાની ઉંમરથી ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં પોતાની કલાનું સુંદર પ્રદર્શન કરી વલસાડ અને ગુજરાતનું નામ રોશન કરતી આવી છે. સોમનાથ સ્વાભિમાન પર્વમાં પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ગરબાનું પ્રસ્તુતિકરણ કર્યું હતું.

જે ફોટો વડાપ્રધાનશ્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ અપલોડ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ સન્માન બદલ માય ભારત, કલાગુરુ ચિંતન સતીશ વશી, ગીતાંજલિ ઇટાલિયા તથા ગૌરવભાઈ સહિત સમગ્ર ટીમે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!