વાપીના લવાછાથી ૪૬ વર્ષીય સોનીદેવી ગુમ

ગુજરાત એલર્ટ । વલસાડ
વાપીના લવાછા ખાતે પીપરીયામાં સાંઈ મંદિરની પાસે અવધેશભાઈની ચાલમાં ત્રીજા માળે રૂમ નં. ૩ માં રહેતા ૪૬ વર્ષીય સોનીદેવી મહેન્દ્ર વિશ્વનાથ રામ (મૂળ રહે. નઈબજાર, પોસ્ટ, તા.થાના. જમનીયા, જિ.ગાજીપુર, બિહાર તા. ૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ સવારે ૫ કલાકે પોતાના ઘરેથી કોઈને કંઈ પણ જણાવ્યા વગર ક્યાંક ચાલી ગયા હતા. જેઓ મધ્યમ બાંધો, શ્યામ વર્ણ અને પાંચ ફૂટ એક ઈંચ ઉંચાઈ ધરાવે છે. ડાબી બાજુના ગાલ ઉપર કાળા કલરનો તલ અને જમણા હાથના કાંડાના ભાગે હિન્દીમાં પોતાનું નામ લખાવેલું છે. જેમણે પીળા કલરની સાડી અને પગમાં લીલા કલરના ચંપલ પહેરેલા છે. જે હિન્દી તથા ભોજપુરી ભાષા જાણે છે. તેના ૨૦ વર્ષીય પુત્ર વિશાલ રામે ડુંગરા પોલીસ મથકે પોતાની માતા ગુમ થયાની જાણ કરી હતી. જે કોઈને પણ તેમની ભાળ મળે તો મો.નં. ૯૪૦૮૯૩૧૨૭૭ અને ૯૮૭૯૯૭૨૬૮૭ પર જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.

Share this post

error: Gujarat Alert Content is protected !!