પરીયા – અંબાચ માર્ગ બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત તા. ૨૩ અને ૨૪ મી ફેબ્રુઆરીના રોજ બંધ રાખવા બાબત

ગુજરાત એલર્ટ । વલસાડ
પારડી તાલુકાના પારડીથી પરીયા ગામ થઇ અંબાચ તરફ જતા માર્ગ ઉપર આવેલા ક્રોસિંગ બ્રિજ નં.- ૭૧૮ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત ક્રોસિંગ બ્રીજના સુપર સ્ટ્રકચર ગર્ડર સેગમેન્ટની સ્થાપના માટે પરીયા- અંબાચ રોડને થોડા સમય માટે બંધ કરવાનું જરૂરી જણાતાં વલસાડ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા તા. ૨૩ અને ૨૪ મી ફેબ્રુઆરીના રોજ રાત્રીના ૧૧.૦૦ કલાકથી વહેલી સવારના ૪.૦૦ કલાક સુધી પારડી- પરીયા- અંબાચ માર્ગ તમામ વાહનોના આવન- જાવન માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. આ માર્ગ પરથી પસાર થનાર વાહનો ડાયવર્ઝન રૂટ પારડીથી પરીયા ચાર રસ્તા થઇ ટુકવાડા રોડ- અંબાચ રોડથી તુલસી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ થઇ આવન- જાવન કરી શકશે.

Share this post

error: Gujarat Alert Content is protected !!