ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી તાલુકાના કરવડ ગામે નાયરા પેટ્રોલ પંપ પાસે રાત્રિના ૮ કલાકે અકસ્માત થયાની જાણ ૧૦૮ એમ્બ્યુલન્સને થતા ઘટના સ્થળ પર પહોંચવા પહેલા ફોન ઉપર જ પ્રાથમિક સારવાર આપી હતી. ૧૦૮ ગાડી સ્થળ પર પહોંચતા પેશન્ટને હાથમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી હોવાનું જણાતા તેમને સપાઇન બોર્ડ પર લઈ સર્વાઇકલ કોલર લગાડી હાથમાં ફ્રેક્ચર હોવાથી સ્પ્લિટ કરીને એમ્બ્યુલન્સમાં લીધા પછી ઘાયલ વ્યકિતની તપાસ કરતા સ્થળ પર જ મૃત્યુ પામ્યો હોવાનું જણાયુ હતું.

ઘટના સ્થળે મૃતક પાસેથી રૂ.૪૦,૧૦૦ રોકડા અને રૂ. ૫૨ હજારના બે મોબાઈલ ફોન મળી આવ્યા હતા. કુલ રૂ. ૯૨,૧૦૦નો આ કિંમતનો સામાન ૧૦૮ની ટીમે પારડી પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો. પારડી પોલીસે 108 ટીમના ઈએમટી શિલ્પા રાઠોડ અને પાઈલોટ પરેશ મોકાશીની ઈમાનદારી અને ફરજ પ્રત્યેની વફાદારીને બિરદાવી તેમનો આભાર માન્યો હતો. જ્યારે ૧૦૮ના પ્રોગામ મેનેજર હેમંત સોલંકીએ બંને પ્રમાણિક અને કર્મનિષ્ઠ ઈએમટી અને પાઈલોટને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.
