વલસાડમાં નવીન એસ.ટી. ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત: રૂ. 7.47 કરોડના ખર્ચે નિર્મિત થનાર વર્કશોપ આધુનિક ટેકનોલોજીથી સજ્જ બનશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ ખાતે રૂ.૭.૪૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન એસ.ટી. ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ નવીન વર્કશોપ આધુનિક ટેકનોલોજીથી વિકસિત કરવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી નો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વલસાડને રાજ્યના સૌથી જૂના ડિવિઝનોમાંનું એક છે જે આદિવાસી વિસ્તાર ના લોકો અને ખાસ કરી ને વિદ્યાર્થીઓ માટે એક ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. આ માટે વલસાડ એસ.ટી. ડેપો વર્કશોપને નવીનતમ ટેકનોલોજી સાથે વિકસાવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વર્કશોપનું નિર્માણ આશરે પાંચ હજાર ચોરસ મીટર વિસ્તારમાં કરવામાં આવશે, જેથી એસ.ટી. બસોની જાળવણી અને ટેકનિકલ કામગીરીને આધુનિક સુવિધાઓ સાથે વધુ અસરકારક બનાવી શકાય.
સાંસદ સભ્ય ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે વલસાડ ડેપો જૂનામાં જૂના અને મોટામાં મોટા ડેપોમાંનો એક છે, જે ગુજરાત અને મહારાષ્ટ્રને જોડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રોજેક્ટના અમલીકરણથી એસ.ટી. બસોની જાળવણી, સમારકામ અને કાર્યક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા છે.

નવીન એસ.ટી. ડેપો વર્કશોપનું નિર્માણ વલસાડના પરિવહન માળખાને આધુનિક બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. આ સુવિધા ભવિષ્યમાં એસ.ટી. વિભાગની કામગીરીને વધુ કાર્યક્ષમ બનાવવામાં અને મુસાફરોને વધુ સારી પરિવહન સેવા પૂરી પાડવામાં ઉપયોગી સાબિત થશે.
વર્કશોપના ખાતમુહૂર્ત અવસરે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરનાં ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, કલેક્ટર નિતિન સાંગવાન, કલેક્ટર, સંગઠનના પ્રમુખ હેમંત કંસારા સહિત એસટી નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!