દશેરા પૂર્વે વલસાડ ફૂડ વિભાગ દ્વારા અનેક દુકાનોમાં ચેકિંગ, ફાફડા-જલેબીના ૩૬ નમૂના લીધા: ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તમામ દુકાનદારોને સ્વચ્છતાની જાળવણી માટે કડક સૂચના આપવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
દશેરા તહેવાર નિમિત્તે વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા વિવિધ દુકાનો પર પહોંચી ખાદ્ય સામગ્રી જેવી કે, ફાફડા- જલેબીની તપાસ કરી હતી.

આ તપાસ દરમિયાન ફાફડાના ૧૩, જલેબીના ૯, ચટણીના ૭ એન્ફોર્સમેન્ટ નમુનાઓ તથા સર્વેલન્સ સેમ્પલમાં જલેબીનો ૧ અને અન્ય રો- મટીરીયલના ૬ મળીને કુલ ૩૬ નમુના લેવાની કામગીરી કરવામાં આવી હતી.

આ તમામ નમૂના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફિસરો દ્વારા તમામ દુકાનદારોને સ્વચ્છતાની જાળવણી માટે કડક સૂચના આપવામાં આવી હતી.

આગામી દિવસોમાં દિવાળી સહિતના અનેક તહેવારોની ભરમાર આવી રહી છે ત્યારે ફૂડ વિભાગ દ્વારા વારંવાર અનેકવિધ ઠેકાણે ઓચિંતુ ચેકિંગ હાથ ધરવામાં આવશે એવુ ફૂડ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસરે અખબારી યાદીમાં જણાવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!