શ્રી નાયકા બંધુ બચત ધિરાણ સહકારી મંડળીની 12મી વાર્ષિક સાધારણ સભા યોજાશે

ગુજરાત એલર્ટ | નવસારી
શ્રી નાયકા બંધુ બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ, નવસારીની 12મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન આગામી રવિવાર, તા. 27 સપ્ટેમ્બર, 2026ના રોજ સવારે 10:00 કલાકે નવસારીના દુધિયા તળાવ ખાતે આવેલા રામજી મંદિર હોલ ખાતે કરવામાં આવ્યું છે.
મંડળીની વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં વાર્ષિક સાધારણ સભા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સભામાં મંડળી દ્વારા છેલ્લા 12 વર્ષ દરમિયાન કરવામાં આવેલી પ્રગતિ અંગે સભ્યો સમક્ષ અહેવાલ તથા આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવશે.
મંડળી દ્વારા નવસારી ઉપરાંત વલસાડ, ડાંગ, સુરત અને તાપી સહિત કુલ પાંચ જિલ્લાઓમાં પોતાની કામગીરીનો વિસ્તાર કરી બહોળો ફેલાવો કરવામાં આવ્યો છે. મંડળી દ્વારા ગુજરાત રાજ્યમાં બિનપગારદાર કર્મચારીઓને સેવા આપતી મંડળી તરીકેની કામગીરી સાથે વિવિધ ક્ષેત્રે પ્રગતિ હાંસલ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
મંડળીને છેલ્લા બે વર્ષથી ઓડિટમાં ‘A’ વર્ગ પ્રાપ્ત થયો છે. વાર્ષિક સાધારણ સભામાં મંડળીના તમામ સભ્યોને ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!