ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના છેવાડે મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સુથારપાડા-ગિરનારી ગામની લોકસભાના દંડક તથા વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન તેઓ સુથારપાડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક લોકો સાથે રૂબરૂ મળી આરોગ્ય સુવિધાઓ અંગેની માહિતી મેળવી તેમજ લોકોને મળતી સારવાર અને ઉપલબ્ધ વ્યવસ્થાઓ અંગે જાણકારી મેળવી હતી.

કપરાડા તાલુકાના આદિવાસી બંધુઓને ત્વરિત સારવાર મળે તે માટે આરોગ્ય કેન્દ્રની જરૂરી સુવિધાઓ વધુ સુદૃઢ બનાવવા, જરૂરી વ્યવસ્થાઓમાં સુધારો કરવા અને કામગીરીમાં ગતિ લાવવા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
