ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આજુબાજુના વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટાસ્કફોર્સ દ્વારા પાન, માવા, તમાકુ અને સિગરેટનું વેચાણ કરતી દુકાનો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૩૩ દુકાનદારો અને જાહેરમાં ધુમ્રપાન કરનાર ૦૨ વ્યક્તિ મળી કુલ ૩૫ લોકો સામે દંડનીય કાર્યવાહી કરી કુલ રૂપિયા ૭૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
સરકારશ્રીના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કલેકટરશ્રી વલસાડના અધ્યક્ષતામાં વલસાડ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમ માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે.
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળી સ્ટીયરીંગ કમિટી દ્વારા પારડી તાલુકામાં પારડીનાં આજુબાજુના સિટી વિસ્તાર અને ઉદવાડા, ઓરવાડ અને રેંટલાવ વિસ્તારમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા નાના મોટા પાનના ગલ્લા, પાર્લર અને જાહેરમાં ધુમ્રપાન કરનાર કુલ ૩૫ કેસ અને રૂપિયા ૭૦૦૦/- રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

તદ ઉપરાંત કલમ-૪ જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ તથા કલમ-૬(અ)૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. તથા કલમ-૬(બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની વેચાણ પર પ્રતિબંધ છે તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાલાને ચેતવણી આપવામાં આવી હતી, તેઓને “તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે.” આવી આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવતોનું છૂટક વેચાણ પર પ્રતિબંધ છે આવી સુચના આપવામાં આવી હતી.
ઉપરોક્ત કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે. સિંહ ,એપેડેમિક મેડીકલ ઓફિસરશ્રી ડો. મનોજ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગમાંથી હેડ કોન્સ્ટેબલ જિજ્ઞેશ એસ.વાઢું અને જિલ્લા ટોબેકો સેલમાંથી કાઉન્સેલર એસ.ઝેડ.બાગુલ અને સોશિયલ વર્કરશ્રી એ.એ.પટેલ ટી.એમ.પી.એચ.એસ.શ્રી. અમિતભાઈ પટેલ હાજર રહી સફળતાપુર્વક કામગીરી કરી હતી.
