ગુજરાત એલર્ટ | વલસાડ
શ્રીમતી જે. પી. શ્રોફ આર્ટ્સ કોલેજ, વલસાડમાં તા.16/08/2026 ના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકીલ ચાર્વી રાજપૂત, પ્રા. સિમરન કોઠારી મુલાકાતી અધ્યાપક, અધ્યાપક ડો. ધરા રાવ, સ્નેહલ કોઠાવાલા આચાર્ય, પ્રાથમિક શાળા વેલવાચ, ભાવિશા પટેલ CDPO ક્લાસ-2 ઉપસ્થિત રહી સમારંભને દીપાવ્યો હતો. આ ઉપરાંત અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવનારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વડે કાર્યક્રમ શોભી ઊઠ્યો હતો. દરેક વિદ્યાર્થીઓએ પોતાના કોલેજકાળના સંસ્મરણો વાગોળી કોલેજના વિકાસ માટે પોતાનાથી બનતી સેવાઓ માટે તત્પરતા દાખવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન આચાર્ય ડૉ .જી.એમ. બુટાણી, ડો.સોનલ સરાવિયા અને પ્રો. જાગૃતિ પટેલના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ કાર્યક્રમમાં કોલેજના તમામ અધ્યાપકગણે હાજર રહી પોતાના સ્મરણો તાજા કર્યા હતા. કાર્યક્રમમાં આચાર્ય બુટાણીએ આશીર્વચન આપ્યા હતા, જ્યારે ડો. સોનલ સરાવિયાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું તેમજ પ્રો. જાગૃતિ પટેલે “ભૂતપૂર્વ વિદ્યાર્થીમંડળ” દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમનું સુચારુ સંચાલન પ્રા.ડો. હિમરશ્મિ માલી અને પ્રા. વિકેશ સગન્યાએ કર્યું હતું. અલ્પાહાર લઈને સૌ છૂટા પડ્યા હતા.
