હર ઘર તિરંગા અંતર્ગત વલસાડ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર, વલસાડ દ્વારા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં “હર ઘર તિરંગા– ૨૦૨૬” અભિયાન અંતર્ગત ૧૦૮ ઈમરજન્સી સેવા, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પલાઈનના સ્ટાફ તથા અન્ય સહભાગીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ સાથે “સશક્ત નારી, સશક્ત પરિવાર, સશક્ત રાષ્ટ્ર” તથા “મહિલા સશક્તિકરણ, રાષ્ટ્ર સશક્તિકરણ” જેવા પ્રેરણાદાયી સ્લોગન દ્વારા મહિલા સશક્તિકરણ, દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે “દેશ માટે તિરંગો, ધરતી માટે વૃક્ષ”, “તિરંગાને સલામ, પ્રકૃતિને પ્રણામ” તેમજ “દેશની શાન તિરંગો, ધરતીની શાન હરિયાળી” જેવા સુંદર સંદેશ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ વાવેલ વૃક્ષોના જતન અને સંરક્ષણનો સંકલ્પ લીધો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!