વલસાડના ડૉ. નાઈલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ગૌરવ: ICOI (USA)ની પ્રતિષ્ઠિત ફેલોશિપથી સન્માનિત

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના અગ્રણી ડેન્ટલ સર્જન ડૉ. નાઈલ દેસાઈને વિશ્વવિખ્યાત સંસ્થા International Congress of Oral Implantologists (ICOI), USA દ્વારા પ્રતિષ્ઠિત Fellowship (FICOI) એનાયત કરવામાં આવી છે. ઇમ્પ્લાન્ટ ડેન્ટિસ્ટ્રી ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન, સતત જ્ઞાનવર્ધન અને વ્યાવસાયિક ઉત્કૃષ્ટતાની કદરરૂપે તેમને આ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે.
ડૉ. નાઈલ દેસાઈ છેલ્લા આશરે 14 વર્ષથી વલસાડ સ્થિત Care N Cure Dental Clinic ખાતે ડેન્ટલ સર્જન તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ આધુનિક ટેકનોલોજી અને વૈશ્વિક ધોરણોને અનુરૂપ દંતચિકિત્સા દ્વારા દર્દીઓને ગુણવત્તાસભર અને વિશ્વસનીય સારવાર પૂરી પાડી રહ્યા છે.
આ પ્રતિષ્ઠિત સિદ્ધિ માત્ર ડૉ. નાઈલ દેસાઈ માટે જ નહીં, પરંતુ સમગ્ર વલસાડ તથા દક્ષિણ ગુજરાતના ડેન્ટલ ક્ષેત્ર માટે ગૌરવની ક્ષણ બની છે. આ જ સમારોહમાં ઉદવાડાના ડૉ. ઉદય પટેલ તેમજ હાલોલના ડૉ. બંકિશ પટેલને પણ ICOI Fellowshipથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ડૉ. નાઈલ દેસાઈને મળેલી આ આંતરરાષ્ટ્રીય માન્યતા તેમના વ્યાવસાયિક સમર્પણ, દર્દીઓ પ્રત્યેની નિષ્ઠા અને દંતચિકિત્સા ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાની સતત લગનની સાક્ષી છે. આ સિદ્ધિ યુવા ડેન્ટલ પ્રોફેશનલ્સ માટે પણ પ્રેરણારૂપ બની રહેશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!