ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં થયેલા અતિ વરસાદના કારણે અનેક રસ્તાઓ તુટી ગયા હતા અને માટી, ઝાડો વગેરે રસ્તા પર આવી ગયા હતા. માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૭૦ બંધ રસ્તાઓ પુનઃ વાહન વ્યહાવર માટે કાર્યરત કરવા માનવબળ અને મશીનરી સાથે યુદ્વના ધોરણે કામગીરી શરૂ કરી હતી.
ધરમપુર પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી એમ.એમ.પટેલના જણાવ્યા અનુસાર ૭૦ બંધ રસ્તાઓ પૈકી ૬૪ રસ્તાઓ પુનઃ વાહનવ્યહાર માટે પુર્વરત થયા છે. જયારે અન્ય ૬ રસ્તાઓ ઓવરટેપીંગના કારણે બંધ છે. રસ્તાઓ પર વાહનવ્યહાર ચાલુ થતાં અન્ય કામ અર્થે કે ધંધાર્થે જતા લોકોએ હાશકારો અનુભવ્યો છે.
