ગુજરાત એલર્ટ | વલસાડ
જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી નીતિન વી. સાંગવાન, IAS ના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરી, વલસાડ ખાતે MY Bharat District Advisory Committee (MYB-DAC) તથા MY Bharat District Samanvay Committee (MYB-DSC) ની પ્રથમ સંયુક્ત બેઠક યોજાઈ.
બેઠકમાં MY Bharat મુખ્યાલયના માર્ગદર્શન અનુસાર જિલ્લા સલાહકાર સમિતિ તથા જિલ્લા સમન્વય સમિતિની રચના, હેતુઓ અને કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઉપરાંત જિલ્લામાં વધુમાં વધુ યુવાનોનું MY Bharat Portal પર નોંધણી સુનિશ્ચિત કરવા તેમજ તમામ શાળાઓ, કોલેજો, ITI, પોલિટેકનિક અને યુનિવર્સિટીઓમાં MY Bharat Nodal Officer તથા Campus Ambassador ની નિમણૂક કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે શાળાઓ, કોલેજો, ગ્રામ પંચાયતો, યુવા ક્લબો તથા વિવિધ સરકારી વિભાગોના સંકલનથી યુવાનોને MY Bharat ની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવશે. તેમજ Green Valsad, Plastic Free Valsad, વૃક્ષારોપણ, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ, આપદા વ્યવસ્થાપન, રક્તદાન અને રાષ્ટ્ર નિર્માણ સંબંધિત વિવિધ અભિયાનોને જનભાગીદારીના માધ્યમથી વ્યાપક સ્તરે અમલમાં મૂકવામાં આવશે.
બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી નીતિન વી. સાંગવાન, IAS એ તમામ સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, યુવા સંગઠનો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા MY Bharat સાથે જોડાયેલા સ્વયંસેવકો વચ્ચે વધુ સારો સમન્વય સ્થાપિત કરીને વધુમાં વધુ યુવાનોને રાષ્ટ્રસેવા અને સમાજ નિર્માણના કાર્યો સાથે જોડવા પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે યુવાનોની ઊર્જા અને ક્ષમતાનો સકારાત્મક ઉપયોગ કરીને જનભાગીદારી દ્વારા વલસાડને હરિત, સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત જિલ્લો બનાવવાના લક્ષ્યને સફળ બનાવી શકાય છે.
આ પ્રસંગે જિલ્લા યુવા અધિકારી શ્રી આયુષ ચૌધરીએ MY Bharat ના ઉદ્દેશ્યો, જિલ્લામાં ચાલી રહેલા કાર્યક્રમો, આગામી પ્રવૃત્તિઓ તથા વાર્ષિક કાર્યયોજનાનું સંક્ષિપ્ત પ્રસ્તુતીકરણ કર્યું. તેમણે વધુમાં વધુ યુવાનોને MY Bharat Portal સાથે જોડવા તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, ગ્રામ પંચાયતો અને યુવા ક્લબોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવા માટેની કાર્યયોજનાની રજૂઆત કરી.
બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા.
