વલસાડ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી: અધિકારીઓને પ્રો-એકટીવ અભિગમ અપનાવી કામગીરી કરવા અનુરોધ કરતા કલેકટરશ્રી નીતિન સાંગવાન

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર શ્રી નીતિન સાંગવાનના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ સહિત પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં કલેકટરાલય ખાતે મળી હતી. જેમાં કલેકટરશ્રીએ પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા રજુ થતાં પ્રશ્નોની સમસ્યાના ઉકેલ સંબંધી જવાબો સંકલન બેઠક પહેલા જ આપી દેવા અમલીકરણ અધિકારીઓને સુચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, જયાં પણ સરકારી જમીન પર દબાણ હોઇ, તેનો સર્વે કરી, રીપોર્ટ કરો જેથી આગળની કાર્યવાહી કરી શકાય.
કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને પ્રો-એકટીવ અભિગમ અપનાવી કામગીરી કરવા સાથે દર માસે થયેલી કામગીરીનો રીપોર્ટ રજુ કરવા જણાવ્યું હતું. સાથે જ કલેકટરશ્રી કચેરીની સફાઇ, નિરીક્ષણ અર્થે કોઇપણ કચેરીની ઓચિંતી મુલાકાત કરશે.
ઉમરગામ ધારાસભ્યશ્રી રમણભાઇ પાટકરે મરોલી તા.ઉમરગામના સર્વે નં-૭૯ માં ક્ષેત્રફળ હેકટર ૦.૭-૮૩ ચો. મી ના બદલે ૫૧-૮૭-૪૨ ક્ષેત્રફળ થયું છે. જેમાં સુધારો કરવાનો પ્રશ્ન ઘણા સમયથી છે. જે સંર્દભે કલેકટરશ્રીએ ડીઆઇએલઆરને આ કામગીરી દિન-૧૦ માં પુર્ણ કરવા સુચના આપી હતી. ધારાસભ્યશ્રીએ સંજાણ બંદર ખાતે બે ગાળાની જર્જરિત બંધ પ્રા.શાળાની સરકારી જગ્યા અને દહેરી ગામની જમીન, બારિયાવાડ નારગોલ ખાતે અવરજવર માટે રસ્તો બંધ કરવા બાબતે પ્રશ્નો રજૂ કર્યા હતા. કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓને રસ્તા બાબતે જુનો નકશો ચકાસી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઇ પટેલે ડુંગરી ગામે પોસ્ટ ઓફિસ માટે ૧૯૮૩ માં જમીન ફાળવવામાં આવી છે. પરંતુ મકાન બનાવતા નથી. કલેકટરશ્રીએ પોસ્ટ વિભાગના અધિકારીને જમીનની જરૂરત ન હોય વિગત આપો જેથી સરકારી જમીન પરત લઇ શકાય. ધારાસભ્યશ્રીએ ડુંગરી ગામે પશુપાલન દવાખાનામાં કાયમી ડોકટર ભરવા રજુઆત કરતાં કલેકટરશ્રી અને જીલ્લા વિકાસ અધિકારી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.
ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલે અંતિરયાળ વિસ્તારોમાં મોબાઇલ નેટવર્કના કારણે મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા રજૂઆત કરતાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, ટાવર ઉભા કરવા જમીનના પ્રશ્નો હોય તો વહીવટી તંત્ર પુરતો સહયોગ આપશે, પણ સમસ્યાનો ઉકેલ લાવો.
ધારાસભ્યશ્રીએ વલસાડ ડિસ્ટ્રીકટ બેંક, ધરમપુર શાખામાં પશુપાલકોની સતત ભીડ રહેતી હોય છે, જેથી વ્યવસ્થા ઉભી કરવા તેમજ બીજી બ્રાન્ચ ખોલવા રજુઆત કરી હતી. કલેકટરે બેંકના અધિકારીને લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે તાત્કાલિક ધોરણે વ્યવસ્થા ઉભી કરવા તેમજ રોજબરોજ વિગતો મેકેનિઝમનું અપડેટ આપવા સુચના આપી હતી. બેંકના અધિકારીએ ધરમપુર તાલુકાના હનમતમાળ ખાતે નવી શાખા ખોલવા દરખાસ્ત મોકલવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ધારાસભ્યશ્રીએ ધરમપુર ખાતે કલ્ચરલ કોમ્યુનિટી હોલ બનાવવા થઇ રહેલા વિલંબ બાબતે પણ રજુઆત કરી હતી.
પીવાના પાણી સંદર્ભે ધરમપુર અને ઉમરગામના ધારાસભ્યોએ રજુઆત કરતાં, કલેકટરશ્રીએ પાણી પુરવઠા અધિકારીને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે આયોજન કરવા તેમજ જરૂર જણાય તો અન્ય સુવિધા ઉભી કરી, લોકોને મુશ્કેલી ન પડે તે માટે સુચના આપી હતી. કલેકટર જિલ્લામાં જેટલામાં પણ ચેકડેમો છે તેનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા સાથે ઉપયોગી, બિન ઉપયોગી કે રીપેર કરવા પાત્ર છે તેનો રીપોર્ટ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી.
કલેકટરશ્રીએ તમામ સરકારી કચેરીઓ સ્વચ્છ અને સુઘડ બનાવવા સાથે જે તે કચેરી સાથે સંલગ્ન યોજનાઓની માહિતી ડીસ્પલે કરવા, તમામ ટપાલ કે ફાઇલો ઇ-સરકારમાં કરવા જણાવી, કચેરીમાં પસ્તી, વાહનો કે ભંગાર સામાનનો દિન-૧૫ માં નિકાલ કરવા સુચના આપી હતી.
નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી. ચુડાસમાએ હાલમાં ચાલી રહેલી કામગીરીમાં હાઉસ ટુ હાઉસ વિઝીટ કરવા કામગીરી સમયમર્યાદામાં પુર્ણ કરવા જણાવ્યું હતું. બેઠકમાં અભલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!