વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષ શુસાસનના: તા. ૮ થી ૨૧ જુન દરિમયાન લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાશે: વલસાડ જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષ સ્થાને બેઠક મળી

ગુજરાત એલર્ટ | વલસાડ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ૧૨ વર્ષના શુસાસનમાં જનતા જનાર્દનના સહયોગ સાથે દેશ અને ગુજરાતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. વડાપ્રધાનશ્રીના દઢ નેતૃત્વથી દેશને વિકાસની નવી દિશા મળી છે. સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા અને ગુજરાતની વિકાસગાથાથી સમાજના વિવિધ વર્ગોને માહિતગાર કરવા માટે આગામી તા. ૮ થી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન રાજયભરમાં વિવધ કાર્યક્રમો થશે. જેમાં તા.૮ થી ૧૪ દરમિયાન પ્રગતિપથ યાત્રાનું આયોજન છે. જેને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં જુદા જુદા કાર્યક્રમોના સુચારૂ અમલીકરણ માટે ઇ/ચા જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષ સ્થાને કલેકટરાલય બેઠક મળી હતી. જેમાં વિવિધ પાસાંઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં જુદા જુદા કાર્યક્રમોના અમલીકરણ માટે નોડલ અધિકારીઓ નિમાયા છે.

ઇ.ચાર્જ કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લામાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ અમલી બનેલા વિવિધ પ્રોજકેટોને આમજનતા જાણે અને સમજે તે માટે કાર્યક્રમો થશે જેમાં પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ અને એક પેડ મા કે નામ જતન અભિયાન હેઠળ વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ સાથે તેનું જતન કરવા આયોજન થયું છે.
વલસાડ જિલ્લામાં વિવિધ સ્થળોએ સ્વચ્છતા અભિયાન કરાશે. સાથે જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોનો સંપર્ક કરીને અભિપ્રાયો લેવાશે અને વિકસિત ભારત સંકલ્પ સંમેલન થશે. આ ઉપરાંત સરકારની સિદ્વિઓની પ્રદર્શની, જનકલ્યાણ શિબિર, પ્રાકૃતિક ખેતી કાર્યશાળા અને તા.૨૧ મીએ વિશ્વ યોગ દિવસની પણ ઉજવણી થશે.
પ્રગતિયાત્રા દરમિયાન જિલ્લાના ઉત્કૃષ્ઠ સ્થળોની મહાનુભાવો અને આમજનતા મુલાકાત લે તે પ્રમાણેનું આયોજન થયું છે. જેમાં પ્રથમ તબક્કો સંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લાના ૮ થી ૧૦ અગ્રણી લોકોના જૂથમાં પસંદ કરેલા સ્થળોની મુલાકાત લેવાશે. જ્યારે બીજો તબક્કો: જિલ્લાના વિદ્યાર્થીઓ, સંતો-મહંતો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને સમાજના વિવિધ વર્ગો માટે ખાસ મુલાકાતો ગોઠવવામાં આવશે.
નિવાસી અધિક કલેકટરશ્રી મહિપાલસિંહ ચુડાસમાએ કાર્યક્રમો સુચારૂ રીતે થાય તે માટે અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!