વલસાડ જિ. પં.માં 32 બેઠકો ભાજપના કબજામાં: કોંગ્રેસે બામટી, સિલધા અને માકડબન બેઠક મેળવી: ખૂબ જ ચર્ચાસ્પદ રહેલી સરીગામ બેઠક પર અપક્ષે જીત મેળવી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુલ 36 બેઠકોમાંથી ભાજપે ભારે બહુમતી સાથે કબજો જમાવ્યો છે, જ્યારે કોંગ્રેસને મર્યાદિત સફળતા મળી છે અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. મોટા ભાગની બેઠકો પર ભાજપનું એકતરફી પ્રભુત્વ જોવા મળ્યું છે, તો કેટલીક જગ્યાએ ટક્કરજનક પરિણામો પણ સામે આવ્યા છે.
આ ચૂંટણીમાં પારડી સાંઢપોર બેઠક પર સ્નેહલ પટેલે 15696 મત સાથે સમગ્ર ચૂંટણીમાં સૌથી વધુ મત મેળવી જીત નોંધાવી હતી.
જ્યારે અટગામ બેઠક પર હેમલતા પટેલે 10503 મત મેળવ્યા હતા. પરીયા બેઠક પર અદિતી પટેલે 15556 મત સાથે જીત મેળવી. પારનેરા બેઠક પર જય ત્રીવેદીએ 10167 મત મેળવ્યા. જિલ્લાની બહુચર્ચિત આંબાતલાટ બેઠક પર પ્રતાપ પટેલે 9923 મત સાથે જીત મેળવી, આસલોણા બેઠક પર સીતારામ ચૌધરીએ 11700 મત મેળવ્યા અને અંભેટી બેઠક પર વિમલેશ પટેલે 11666 મત સાથે વિજય મેળવ્યો. અને આવધા બેઠક પર અવનિલા જોગારીએ 9727 મત સાથે જીત નોંધાવી. બામટી બેઠક પર કોંગ્રેસના રાજેશ પટેલે 9739 મત મેળવી ભાજપને હરાવ્યો.
ચણવઈ બેઠક પર મનિષ પટેલે 12171 મત મેળવ્યા, ડહેલી બેઠક પર શૈલેષ પટેલે 12034 મત સાથે જીત મેળવી અને ડુંગરી બેઠક પર પ્રીતી દેસાઈએ 13982 મત સાથે ભવ્ય જીત નોંધાવી. ફણસા બેઠક પર રામદાસ વરઠાએ 12600 મત મેળવ્યા અને હનમતમાળ બેઠક પર મણિલાલ ગાંવિતે 10145 મત સાથે વિજય મેળવ્યો. કકવાડી દાંતી, કોસંબા, મોહનગામ અને નનકવાડા બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા.

કપરાડા બેઠક પર દક્ષા ગાયકવાડે 10535 મત મેળવ્યા, ખતલવાડા બેઠક પર ભાવિના માછીએ 10924 મત મેળવ્યા અને માકડબન બેઠક પર કોંગ્રેસની હીના દીવાએ 9437 મત સાથે જીત મેળવી. માંડવા બેઠક પર તૃપ્તિ ધનારિયાએ 10840 મત મેળવ્યા અને મરોલી બેઠક પર નવીન હળપતીએ 11311 મત સાથે જીત મેળવી. મેઘવાળ બેઠક પર ભગવાન બાંતરીએ 11544 મત મેળવ્યા.
મોટાપોંઢા બેઠક પર અરવિંદ પટેલે 10776 મત મેળવ્યા અને નાનાપોંઢા બેઠક પર દક્ષા ચૌધરીએ 12085 મત સાથે જીત મેળવી. સંજણ બેઠક પર નરેશ પરમારે 8552 મત સાથે જીત મેળવી. સરીગામ બેઠક પર અપક્ષ નીતાબેન ભંડારીએ 8847 મત સાથે વિજય મેળવ્યો.
સિલધા બેઠક પર કોંગ્રેસની જશોદા જાદવે 9632 મત સાથે જીત મેળવી, જ્યારે સોળસુંબા બેઠક પર વંદના માહ્યાવંશીએ 7119 મત સાથે સૌથી ઓછી મતથી જીત નોંધાવી. સુખેશ બેઠક પર નરેશ પટેલે 14033 મત સાથે જીત મેળવી, તીસ્કરી તલાટ બેઠક પર ઉમિલા બીરારીએ 10702 મત મેળવ્યા અને ટુકવાડા બેઠક પર સોનલ પટેલે 11469 મત સાથે જીત મેળવી.
ઉમરસાડી બેઠક પર પ્રજ્ઞેશ પટેલે 14161 મત સાથે વિજય મેળવ્યો, વડોલી બેઠક પર રેણુકા ઉદારે 11010 મત મેળવ્યા અને વાંકલ બેઠક પર જીજ્ઞા પટેલે 9746 મત સાથે જીત નોંધાવી. કુલ મળીને ભાજપે બહુમતી સાથે જિલ્લા પંચાયત પર દબદબો જમાવ્યો છે, કોંગ્રેસને થોડા વિસ્તારોમાં સફળતા મળી છે અને એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. આમ જોવા જઈએ તો પાછલી ચૂંટણીમાં કોંગ્રેસ પાસે ફક્ત બે જ બેઠકો હતી જેની સરખામણીએ આ વખતે કોંગ્રેસ પાસે એક બેઠક વધી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!