ગુજરાત એલર્ટ | વાપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય અને પ્રેરણાદાયક રેડિયો કાર્યક્રમ “મન કી બાત”નો તાજેતરનો એપિસોડ વાપી ખાતે વિશેષ કાર્યક્રમમાં સંભળાવાયો. ગુજરાત સરકારના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ મંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ હેમંતભાઈ કંસારા તેમજ પાર્ટીના અન્ય અગ્રણીઓ, શહેરના આગેવાન અને ભાજપના કાર્યકરો વડાપ્રધાનશ્રીના રાષ્ટ્રજોગ સંબોધનને ઉત્સાહથી સાંભળી રહ્યા હતા.

કનુભાઈ દેસાઈએ જણાવ્યા પ્રમાણે, “મન કી બાત” માત્ર એક રેડિયો કાર્યક્રમ નહી, પરંતુ તે દેશના ખૂણેખૂણામાં વસતા સામાન્ય લોકોની સંઘર્ષ ગાથા અને સિદ્ધિઓને આલેખિત કરે છે. આ કાર્યક્રમ સમાજમાં સકારાત્મક ભાવનાઓ જગાવવાનો અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી થવાનો ઉત્તમ માધ્યમ બની રહ્યો છે.

વિશેષ ઉપસ્થિતિમાં વાપી વી.આઈ.એ.ના પ્રમુખ સતિષભાઈ પટેલ, વાપી શહેર ભાજપના પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને દક્ષિણ ગુજરાતના સોશિયલ મીડિયા સહ-કન્વિનર સત્યેન પંડ્યા સહિત બૂથ કાર્યકરોના ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બૂથ નંબર 190, 191, અને 192 ના બૂથ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ભાજપના પાયાના કાર્યકરો હાજર રહ્યા હતા, અને સૌથી વધુ સક્રિય રીતે વડાપ્રધાનના વિચારોને જન-જન સુધી પહોંચાડવાના આશય સાથે તેઓએ આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિ ભાજપના આહવાનને દ્રઢ બનાવવામાં અને રાષ્ટ્રના વિકાસ માટે તમામ કાર્યકરોને પ્રેરણા આપવાનો શ્રેષ્ઠ માર્ગ બની રહી છે.
