ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ શહેરમાં ક્રિકેટપ્રેમીઓ માટે ઉત્સાહનો માહોલ છવાયો છે. આર.સી. શાહ ક્રિકેટ ગ્રાઉન્ડ,કેદારિયા ગેસ પાછળ,નાનકવાડા સિવિલ હોસ્પિટલ રોડ, વલસાડ ખાતે હાલર પ્રીમિયર લીગ–5નું ભવ્ય આયોજન તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી ના રોજ કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમો વચ્ચે રોમાંચક મેચો રમાડવામાં આવશે.
હાલર પ્રીમિયર લીગ દર વર્ષે ક્રિકેટપ્રેમીઓ માટે વિશેષ આકર્ષણ બની રહી છે. લીગ–5માં પ્રતિભાશાળી ખેલાડીઓને પોતાની રમતગમતની કળા દર્શાવવાની સુવર્ણ તક મળશે. મેચો દરમિયાન ખેલાડીઓ અને દર્શકો બંનેમાં ભારે ઉત્સાહ જોવા મળશે તેવી અપેક્ષા છે.
આ ટૂર્નામેન્ટનો મુખ્ય હેતુ યુવા ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો તથા રમતગમત પ્રત્યે રસ વધારવાનો છે. આયોજકો દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેથી ટૂર્નામેન્ટ સફળ અને યાદગાર બની રહે.
સાઈ કૃપા પેન્થર્સ ,જય જલારામ અર્થ મૂવર્સ,જય ભવાની યંગસ્ટર્સ,ભરત બલસારા ક્રિકેટ, આર કે હાલર XI,દ્વારકાધીશ ઇલેવન, એપિક XI,કૃષ્ણ ગ્રુપ વલસાડમાં યોજાનારી હાલર પ્રીમિયર લીગ–5 રમતપ્રેમીઓ માટે એક યાદગાર અનુભવ સાબિત થશે.
