ઉમરગામ તાલુકા પંચાયત ખાતે સામાજિક સમરસતા સેમિનાર યોજાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક વલસાડ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ઉમરગામ તાલુકા કક્ષાના સેમિનાર ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલિતાબેન દુમાડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
સામાજિક સમરસતા સેમિનાર અંગે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી હરેન્દ્રકુમાર ચૌધરી તથા સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી ધ્રુમિલકુમાર પટેલ દ્વારા યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ સૌને યોજનાકીય પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. આ સિવાય લોકોમાં સામાજીક સમરસતા વધે અને અસ્પૃશ્યતા દૂર થાય તે માટેની સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને કાયદા વિષે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં જિલ્લા પંચાયત સભ્ય જીજ્ઞેશભાઈ મરોલીયા, તાલુકા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મહેન્દ્રભાઇ પુનેટકર નગરપાલિકાના કાઉન્સેલર વૈભવીબેન માહ્યાવંશી, અનુસૂચિત જાતિ મોરચા તાલુકા મહામંત્રી મનોજભાઇ કાઠેકર તેમજ સમાજના આગેવાનો વર્ષાબેન સુરવે, રમણભાઈ સુરતી, વિશાલભાઈ લોરે, સંજયભાઈ વાડીકર, રજનીકાંત મેદીવાળા તેમજ ખુબજ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!