ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ પટેલના હસ્તે ૨૫૫ બાળકોને શાળા પ્રવેશ

ગુજરાત એલર્ટ | વલસાડ
ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ પટેલના હસ્તે પ્રાથમિક શાળા કાકડકુવા, કોળઘા આશ્રમશાળા અને મોડેલ સ્કુલ માલનપાડા ખાતે ૨૫૫ બાળકોનું તિલક, પુષ્પવર્ષા અને શૈક્ષણિક કીટ આપી હર્ષભેર સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું હતું કે, બાળકોના જીવનમાં શિક્ષણનું પ્રથમ પગથિયું મજબૂત બને અને દરેક બાળક ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તે માટે ગુજરાત સરકાર સતત પ્રતિબદ્ધ છે. આ પ્રસંગે શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કરી શિક્ષણના મહત્ત્વ અંગે ચર્ચા કરી તથા દરેક બાળકને શાળામાં પ્રવેશ અપાવી શિક્ષિત અને સશક્ત ગુજરાતના નિર્માણમાં સહભાગી બનવા ધારાસભ્યે અપીલ કરી હતી.

ધારાસભ્યશ્રીએ શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો સાથે સંવાદ કરી શિક્ષણના મહત્ત્વ અંગે ચર્ચા કરી હતી. ધારાસભ્યશ્રીએ આંગણવાડી- ૦૨, બાલવાટિકા – ૧૩, ધોરણ-૧- ૦૧, ધોરણ-૯ – ૩૬, ધોરણ-૯ – ૧૧૮ અને ધોરણ-૧૧ – ૮૫ બાળકોનું નામાંકન કરાવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!