પારડીની સરકારી વિજ્ઞાન કોલેજમાં ૨૦ દિવસીય ફિનિશિંગ સ્કૂલના સેટ એ,બી,સી અને ડી ની તાલીમ યોજાઈ: વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ, સમૂહચર્ચાઓ અને પ્રાયોગિક સત્રો દ્વારા વિદ્યાર્થીઓમાં સંવાદ અને કૌશલ્ય તથા વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકાની સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને રોજગાર ક્ષમતા વધારવાના ઉદ્દેશ્ય સાથે તા.૨૩/૦૭/૨૦૨૬થી ૨૦ દિવસીય ફિનિશિંગ સ્કૂલના સેટ એ, બી, સી અને ડી ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમમાં T.Y.B.Sc.ના કુલ ૩૭ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સેટ એ અને બી ના મુખ્ય ટ્રેનર શ્રી અંજુ શાહ દ્વારા વિદ્યાર્થીઓને જીવન અને રોજગારલક્ષી કૌશલ્ય માટે ૪૦ કલાકની તાલીમ અને અંગ્રેજી ભાષા પ્રત્યે આત્મવિશ્વાસ વિકસે તે માટે ફંક્શનલ અને સ્પોકન અંગ્રેજીના સેટ સી અને ડીની ૪૦ કલાકની અસરકારક તાલીમ પિંકલ પટેલ દ્વારા આપવામાં આવી હતી.

ઉપરાંત વિવિધ પ્રેરણાત્મક પ્રવૃત્તિઓ, સમૂહચર્ચાઓ અને પ્રાયોગિક સત્રો દ્વારા વિદ્યાર્થીઓમાં સંવાદ અને કૌશલ્ય તથા વ્યક્તિત્વ વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તાલીમ દરમ્યાન વિદ્યાર્થીઓને સ્વજાગૃતિ અને સ્વવિકાસ, વ્યવસાયિક ધ્યેયોનું આયોજન, ઇન્ટરવ્યુ સ્કિલ, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, નિર્ણયશક્તિ તથા વિવિધ સોફ્ટ સ્કિલ્સ અંગે વ્યાપક માર્ગદર્શન અને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડૉ. હેતલ એસ.ટંડેલના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.
તાલીમનું આયોજન અને સંચાલન કો-ઓર્ડિનેટર શ્રી. એન. કે. લાડ (મદદનીશ પ્રાધ્યાપક-અંગ્રેજી) દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ તાલીમને અત્યંત ઉપયોગી ગણાવી પોતાના વ્યક્તિત્વ વિકાસ, આત્મવિશ્વાસ અને કારકિર્દી ઘડતરમાં આ કાર્યક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!