૧૭૯-વલસાડ વિધાનસભાના ૮૧૦ મહિલા પોલિંગ અધિકારીની પ્રથમ તાલીમ યોજાઈ

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સરળ રીતે સમ્પન્ન થાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસહિંતા બહાર પાડવામાં આવી છે. જે અન્વયે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન સરકારી કર્મચારી/અધિકારીશ્રીઓને ફરજના ભાગરૂપે વિવિધ કામગીરી સોંપવામાં આવી છે.

આથી વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેકટરશ્રી આયુષ ઓક વલસાડ દ્વારા વિધાનસભા વાઇઝ ચૂંટણી કામગીરી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૭૯-વલસાડ વિધાનસભામાં સરકારી મહિલા કર્મચારીઓને મહિલા પોલિંગ તરીકેની ફરજ બજાવવા અર્થે નિમણૂંક કરવામાં આવી છે.

તેઓને THEORY+EVM/VVPAT અંગેની પ્રથમ હેન્સ ઓન તાલીમ કુલ ૮૧૦ મહિલા તાલીમાર્થીઓને તા.૨૮ અને ૩૦ માર્ચ દરમિયાન ત્રણ તબક્કામાં આપવામાં આવી હતી. આ તાલીમ અંતર્ગત તા.૨૮-૦૩-૨૦૨૪ રોજ ૧૪:૩૦ કલાક થી ૧૭:૦૦ કલાક દરમિયાન ૨૭૫ તાલિમાર્થીઓને, તા.૩૦-૦૩-૨૦૨૪ રોજ ૧૦:૩૦ કલાક થી ૧૩:૦૦ કલાક દરમિયાન ૨૮૦ તાલિમાર્થીઓને તેમજ તા.૩૦-૦૩-૨૦૨૪ રોજ ૧૪:૩૦ કલાક થી ૧૭:૦૦ કલાક દરમિયાન ૨૫૫ તાલિમાર્થીઓને ત્રણ તબક્કામાં તાલીમ આપવામાં આવી હતી. માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમાર્થીઓને કામગીરી અને જવાબદારીઓ બાબતે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!