લગ્નમાં વરરાજા દારૂ પીને આવ્યો તો દુલ્હન ભાગી ગઇ પિતરાઇ ભાઇ સાથે

ન્યુયોર્ક: દરેક છોકરીની દિલથી ઈચ્છા હોય છે કે તેના લગ્ન ધામધૂમથી થાય. માતાપિતા પણ તેના લગ્નને ખાસ બનાવવા માટે રાત -દિવસ એક કરે છે. લાંબા સમયથી આયોજન શરૂ કરી દે છે. પરંતુ જો છેલ્લી ઘડીએ વરરાજામાં ગરબડ નીકળે અથવા તે નશામાં હોય તો તમામ તૈયારીઓ પર પાણી ફરી વળે છે. આવો જ એક કિસ્સો અમેરિકાથી પ્રકાશમાં આવ્યો છે. જયાં એક વરરાજા નશામાં ધૂત થઈને પોતાના લગ્નમાં પહોંચ્યો હતો. પરંતુ તે પછી જે થયું તે વધુ ચોંકાવનારું હતું પોતાને દુલ્હાને નશામાં ધૂત જોઇને કન્યા તેના પિતરાઈ ભાઈ સાથે ભાગી જાય છે.સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ દંપતી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. પરંતુ લગ્નનમાં ૨૮ વર્ષનો વર સેમ નશામાં આવ્યો. બોયફ્રેન્ડને નશામાં જોતા તેની ભાવિ પત્ની સીયેરિયાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. કોઈક રીતે લગ્નની કેટલીક વિધિઓ કરવામાં આવી હતી. પણ સીયેરિયાનો ગુસ્સો સતત વધતો રહ્યો. સીએરિયાએ સ્થળ પર જ લગ્ન તોડી નાખ્યા.
આ પછી, લગ્ન સમારંભમાં જે કંઈ પણ થયું, તે માત્ર વર માટે જ આઘાતજનક ન હતું પરંતુ છોકરીના પરિવારના સભ્યો પણ જોઇને સ્તબ્ધ થઈ ગયા. લગ્ન તોડ્યા પછી, સીયેરિયા તેના પિતરાઈ ભાઈ સાથે ભાગી ગઇ. બંને સ્થળની બહાર એકબીજાને ચુંબન કરતા પણ જોવા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેમ પહેલા, સીયેરિયા તેના પિતરાઈ ભાઈને ડેટ કરતી હતી અને બંને ખૂબ જ જલ્દી લગ્ન કરશે.અહેવાલો અનુસાર, સિયેરિયા એક પ્રખ્યાત ટ્રાવેલર છે. તે લાંબા સમયથી સેમને ડેટ કરી રહી હતી. સિરિયા તેના લગ્નનું ટેલિકાસ્ટ કરવા માંગતી હતી. પરંતુ તેના પોતાના લગ્નમાં, સેમ નશામાં આવ્યો હતો. જે સીયેરિયા સહન કરી શકતી નહોતી અને લગ્નની વિધિ દરમિયાન તેણે સેમથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!