વાપી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો. દ્વારા વાપીમાં 26 મી જાન્યુઆરીએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા તા. 26 મી જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી વાપીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.
ધ ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટનાં પ્રમુખ જગન્નાથ શીંદેનાં 75 માં જન્મદિવસ નિમિત્તે વાપી અજિતનાથ જૈન દેરાસરની સામે નેહરુ સ્ટ્રીટમાં આવેલા સાંસ્કૃતિક હોલમાં યોજાનારા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રકતદાન કરવા વાપી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે. પ્રજાસત્તાક પર્વમાં રક્તની આહુતિ આપવાનું અમૂલ્ય કાર્ય પાર પાડવા વાપી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે.

Share this post

error: Gujarat Alert Content is protected !!