ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ આરટીઓ કચેરીમાં બે પૈડાના વાહનો માટેના ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના RFID રીડરમાં ટેકનિકલ ખામી હોવાથી RFID રીડ થઈ ન શકતા તા. ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ સુધી ટુ વ્હીલરના ટેસ્ટ બંધ રાખવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન એપોઈમેન્ટ ધરાવતા અરજદારોની એપોઈમેન્ટ આરટીઓ કચેરી દ્વારા રીશીડ્યુલ કરી આપવામાં આવશે એવુ વલસાડ આરટીઓ કચેરીના ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
વલસાડ આરટીઓના ટુ વ્હીલરના ટેસ્ટ ટ્રેકમાં ખામી સર્જાતા તા. ૧૨ ઓક્ટો. સુધી બંધ
