વલસાડ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થા સુવિધા વધારાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ વ્યવસ્થાને સુધારવા અને જનહિતમાં સુવિધા વધારવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તાજેતરમાં મોટાવાઘછીપા – આસ્મા રોડ, મોટાવાઘછીપા – નિમખલ રોડ, પરિયા – સરોધી રોડ, ડુમલાવ એપ્રોચ રોડ, સુખેશ – સોનવાડા રોડ, ડુંગરી એપ્રોચ રોડ, ડુંગરીને જોડતો ઉદવાડા – પરિયા રોડ તથા મુળી – ફણસવાડા રોડ પર જંગલ કટિંગ, ગેરુ-ચૂનો, પેચ વર્ક અને વ્હાઇટ વોશિંગ જેવી કામગીરી કરવામાં આવી છે.

આ કામગીરીથી માર્ગો સ્વચ્છ અને આકર્ષક બન્યા છે, સાથે વાહન વ્યવહાર વધુ સુવિધાજનક અને સલામત બન્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!