વાપીમાં ‘મેરા યુવા ભારત (My Bharat)’ દ્વારા વલસાડ જિલ્લા સ્તરીય સ્પોર્ટ્સ મીટનું સફળ આયોજન

ગુજરાત એલર્ટ | વલસાડ
વાપી સ્થિત સંસ્કાર ભારતી હાઇસ્કૂલ ખાતે આજે રોજ મેરા યુવા ભારત (My Bharat) દ્વારા વલસાડ જિલ્લા સ્તરીય સ્પોર્ટ્સ મીટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઈ તિવારી, વિમલભાઈ ચૌહાણ, અજયભાઈ શ્રીવાસ્તવ, આકાશભાઈ ગુજ્જર, શાળાના પ્રિન્સીપાલ રાહુલભાઈ શ્રીવાસ્તવ, કેતનભાઈ આશિષ તિવારી, એન.આર. તિવારી સહિત અનેક ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન મેરા યુવા ભારત, વાપીના સક્રિય વોલેન્ટિયર ગણપતસિંહ રાઠોડ અને તેમની ટીમ અને માય ભારત ડેપ્યુટી ડાયરેક્ટર સચિન શર્માના માર્ગદર્શન દ્વારા કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ મીટ દરમિયાન ભાઈઓ માટે કબડ્ડી, ૧૦૦ મીટર દોડ અને લોંગ જમ્પ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે બહેનો માટે ખો-ખો, ૧૦૦ મીટર દોડ અને લોંગ જમ્પ જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને મેડલ, પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ તમામ ભાગ લેનાર ખેલાડીઓને ભાગીદારી પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
ઉત્સાહભેર ભાગ લેનાર યુવાનો અને ખેલાડીઓના સહયોગથી સમગ્ર કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો. આ સ્પોર્ટ્સ મીટ દ્વારા યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, શિસ્ત અને ટીમ સ્પિરિટને પ્રોત્સાહન મળ્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!