વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીની હોકી નેશનલ ચેમ્પિયન શીપમાં પસંદગી

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની શાહ એન.એચ.કોમર્સ કોલેજે રમતગમત ક્ષેત્રમાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. ટી.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતી કુ.નેહા નિશાદ ગુજરાત રાજ્યની હોકી સિલેકશન ટ્રાયલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પુને મહારાષ્ટ્ર મુકામે યોજાનાર ૧૪મી સિનિયર નેશનલ હોકી ચેમ્પિયનશીપ સ્પર્ધા માટે ગુજરાતની ટીમમાં પસંદગી પામી છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ કોલેજનું ગૌરવ વધારનાર કુમારી નેહા નિશાદને કોલેજ સત્તા મંડળના ટ્રસ્ટીઓ, આચાર્ય ડૉ.ગિરીશકુમાર રાણા, શારીરિક શિક્ષણના અધ્યાપક મુકેશભાઈ પટેલ અને તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના સભ્યો તેમજ વલસાડ હોકી એસોસિએશન પ્રમુખ અને સેક્રેટરી તરફથી અભિનંદન પાઠવી નેશનલ ચેમ્પિયનશીપ સ્પર્ધામાં શ્રષ્ઠ દેખાવ કરવા માટે શુભેચ્છા પાઠવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!