વલસાડ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ૮૩.૫૩ % મતદારોના સુધારણા ફોર્મ ડિજિટલાઈઝ કરવામાં આવ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ‘કોઈ સાચો મતદાર રહી ન જાય’ તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ વલસાડ જિલ્લામાં અત્યાર સુધી કુલ મતદારો પૈકી ૮૩.૫૩ % મતદારોના સુધારણા ફોર્મ ડિજિટલાઈઝ કરવામાં આવ્યા છે. જિલ્લાના કુલ ૧૩૮૫૫૦૭ મતદારો પૈકી ૧૧૫૭૩૨૪ મતદારોના ફોર્મ ડિજિટલાઈઝ કરવામાં આવ્યા છે જ્યારે કુલ ૨૨૮૧૮૩ મતદારો મરણ, સ્થળાંતર અને ગેરહાજર તથા અન્ય કારણોસર મતદારોને ફોર્મ આપવાના બાકી છે. જો કોઈ મતદારોના સુધારણા ફોર્મ પરત કરવાના બાકી હોય તે મતદારોએ તા. ૧૪-૧૨-૨૦૨૫ સુધી યોગ્ય વિગતો ભરી બીએલઓને પરત કતવા અથવા તો voters.eci.gov.in પર ઓનલાઈન અપલોડ પણ કરી શકશે.
વિધાનસભા મતદાર વિભાગ અનુસાર ૧૭૮-ધરમપુરના કુલ ૨૫૮૦૦૫ મતદારો પૈકી ૨૪૨૪૮૭ મતદારોના ફોર્મ ડિજિટલાઈઝ, ૧૫૫૧૮ મતદારોને મરણ, સ્થળાંતર અને ગેરહાજર તથા અન્ય કારણોસર ફોર્મ આપવાના બાકી, ૧૭૯-વલસાડના કુલ ૨૭૦૩૮૦ મતદારો પૈકી ૨૩૦૫૮૭ મતદારોના ફોર્મ ડિજિટલાઈઝ, ૩૯૭૯૩ મતદારોને મરણ, સ્થળાંતર અને ગેરહાજર તથા અન્ય કારણોસર ફોર્મ આપવાના બાકી, ૧૮૦-પારડીના કુલ ૨૭૮૯૧૨ મતદારો પૈકી ૨૦૨૫૦૫ મતદારોના ફોર્મ ડિજિટલાઈઝ, ૭૬૪૦૭ મતદારોને મરણ, સ્થળાંતર અને ગેરહાજર તથા અન્ય કારણોસર ફોર્મ આપવાના બાકી, ૧૮૧-કપરાડાના કુલ ૨૮૦૩૮૧ મતદારો પૈકી ૨૫૩૪૬૨ મતદારોના ફોર્મ ડિજિટલાઈઝ, ૨૬૯૧૯ મતદારોને મરણ, સ્થળાંતર અને ગેરહાજર તથા અન્ય કારણોસર ફોર્મ આપવાના બાકી અને ૧૮૨-ઉમરગામના કુલ ૨૯૭૮૨૯ મતદારો પૈકી ૨૨૮૨૮૩ મતદારોના ફોર્મ ડિજિટલાઈઝ, ૬૯૫૪૬ મતદારોને મરણ, સ્થળાંતર અને ગેરહાજર તથા અન્ય કારણોસર ફોર્મ આપવાના બાકી રહ્યા છે. એમ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા માટે મતદારો માટે સમયવધારો જાહેર
ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ SIR માટે ગણતરીનો સમયગાળો વધારીને તા.૧૪-૧૨-૨૫ સુધી કરવામાં આવ્યો છે. જેથી મતદારો પોતાનું ગણતરી ફોર્મ તા.૧૪-૧૨-૨૫ સુધી બીએલઓને જમા કરાવી શકશે. તેથી હવે ડ્રાફ્ટ મતદર યાદીની પ્રસિદ્ધિ તા.૧૯-૧૨-૨૫ના રોજ કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!