ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકાની તમામ અદાલતોમાં તા.૧૩/૧૨/૨૦૨૫ નાં રોજ નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવેલ. જેમાં અદાલતોમાં પેન્ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે ક્રિમીનલ કંપાઉન્ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઇ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિત દાવા વિગેરે મળી કુલ-૭૮૫ કેસો, સ્પેશ્યલ સીટીંગ ઓફ મેજીસ્ટ્રેટમાં ફક્ત દંડ ભરી નિકાલ થઇ શકે તેવા કુલ-૮૪૩૦ ફોજદારી કેસો તેમજ બેન્ક-ફાયનાન્સ કંપનીનાં વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઇલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો, ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ વસુલાતનાં કેસો મળી કુલ-૮૯૪૭ પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્યા હતા.

આ તમામ કેસો પૈકી લોક અદાલતમાં સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો કુલ-૪૨૦ કેસો, સ્પેશ્યલ સીટીંગ કેસો કુલ-૭૨૪૯ અને પ્રિ-લીટીગેશનનાં કુલ-૫૫૭૦ મળી કુલ-૧૩,૨૩૯ કેસો નિકાલ કરવામાં આવ્યો હતો. કેસોમાં કુલ- ₹૨૦,૧૭,૫૭,૦૧૯/- નું સમાધાન કરવામાં આવ્યું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો, તેમજ વિ. વકીલશ્રીઓએ ખુબ જ ઉત્સાહ પુર્વક ભાગ લઇ લોક અદાલતને સફળ બનાવી હતી.
