ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈનઃ વલસાડ ટાસ્ક ફોર્સ દ્વારા કપરાડામાં ઓચિંતુ ચેકિંગ, તમાકુ વેચતા ૧૯ દુકાનદારો દંડાયા: જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગની સંયુક્ત તપાસમાં રૂ. ૩૮૦૦નો દંડ વસૂલાયો

ગુજરાત એલર્ટ | વલસાડ
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત “ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન”ના અમલીકરણના ભાગ રૂપે તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ ના અમલીકરણ માટે વલસાડ જિલ્લામાં ટાસ્ક ફોર્સ દ્વારા વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ સાથે મળી કપરાડા તાલુકાના નાનાપોંઢામાં દુકાનોમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચાણ કરતા નાના મોટા પાનના ગલ્લા, કરિયાણાની દુકાનો તેમજ અન્ય વેચાણ કરતા એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરી કુલ ૧૯ દુકાનદારો પાસેથી રૂ. ૩૮૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કલમ-૬ (અ) મુજબ ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે. કલમ-૬ (બ) શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ પર પ્રતિબંધ છે તેમજ આજુબાજુનાં પાનના ગલ્લાવાળાને ચેતવણી આપવામાં આવી હતી.

તેઓને “તમાકુથી કેન્સર થાય છે અને ૧૮ વર્ષથી નાની વયની વ્યક્તિને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ છે.” આવી આરોગ્ય વિષયક ચેતવણી વિના તમાકુ અને સિગારેટની અન્ય બનાવટોનું છૂટક વેચાણ પર પ્રતિબંધ છે એવી સૂચના આપવામાં આવી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ અને એપેડેમિક મેડીકલ ઓફિસર ડો. મનોજ પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ આરોગ્ય વિભાગમાંથી, સોશિયલ વર્કર અલ્પેશ પટેલ, એમ.પી.એચ.ડબલ્યુ ભાવિન પટેલ, સી.એચ.ઓ સરસ્વતીબેન માંગી અને પોલીસ વિભાગમાંથી કોન્સ્ટેબલ મીનાબેન રાઉતે કામગીરી કરી હતી.

Share this post

error: Gujarat Alert Content is protected !!