મુંબઈમાં કૂવામાં ડૂબતી કારનાં વિડીયોએ સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી..

મુંબઈ
મુંબઈના ઘાટકોપર વિસ્તારની રામ નિવાસ સોસાયટીમાં સોસાયટીના લોકોએ જૂના કૂવામાં પુરાણ કરીને પાર્કિંગ બનાવ્યુ હતું. જો કે વરસાદ વરસ્યા બાદ કૂવો બેસી જતાં કાર કૂવામાં ગરકાવ થઈ ગઈ હતી.

દાવો કરાયો છે કે આ સોસાયટીમાં પહેલા કૂવો હતો. પરંતુ કુવાની જગ્યા પૂરી નાખીને સોસાયટી દ્વારા પાર્કિંગ બનાવાયુ હતું. પરંતુ વરસાદ પડવાને કારણે માટી કૂવામાં બેસી જતા સ્લેબ તૂટયો હતો. અને કાર જોત જોતામાં કૂવામાં ગરકાવ થઇ ગઇ હતી. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોએ ધૂમ મચાવી મૂકી હતી. લાખો લોકોએ વિડિયોને જોયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!