ઉમરગામ તાલુકાના કલગામમાં ૬૬ કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજ્યના ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. (જેટકો) દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે રૂા. ૨૪.૮૫ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૬ કે. વી. સબ સ્ટેશનનું રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નાણાંમંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા બાદ અનેકવિધ સુધારાઓ કર્યા. આદિવાસીઓ માટે વનબંધુ યોજના,માછીમારો માટે સાગરખેડૂ યોજના શરૂ કરી, જેની બજેટમાં અલગથી જોગવાઈ કરવામાં આવી છે. જે યોજનાઓનું આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈની રાહબરીમાં સારી રીતે અમલીકરણ થઇ રહ્યું છે. સાગરખેડૂ યોજનાથી કાંઠા વિસ્તારના સબ સ્ટેશન અને ડીજીવીસીએલની કચેરીઓ માટેની મંજૂરી આપવામાં આવે છે. મંત્રીશ્રીએ પદાધિકારીઓને ગામ, તાલુકા કે જિલ્લાના વિકાસ કરવો હોય તો પોઝીટીવ વલણ રાખી વિકાસ કાર્યો કરતા રહેતા જણાવ્યું હતું. ગુજરાતમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સહયોગથી વિકાસ કાર્યો થઇ રહયા છે. આજ પ્રમાણે વલસાડ જિલ્લામાં પણ અનેક વિકાસના કાર્યો થઇ રહયા છે. મંત્રીશ્રીએ આ પ્રસંગે સ્માર્ટ મીટર લગાવવા માટે કોઇપણ જાતની ગેરસમજ વગર લગાવવા માટે વિનંતી કરી હતી. સ્માર્ટ મીટરને લીધે દરેક ગ્રાહકને ફાયદો થાય છે એમ જણાવ્યું હતું.

આ પ્રસંગે જેટકો વડોદરાના મુખ્ય ઇજનેર કે. બી. રાઠોડે સ્વાગત પ્રવચન અને જેટકો નવસારીના અધિક્ષક ઇજનેર પી. એન. પટેલે આભારવિધિ કરી હતી. આ પ્રસગે જેટકો નવસારીના કાર્યપાલક ઇજનેર જે. એલ. ચૌધરી તેમજ જેટકો નવસારીના અધિકારી, કર્મચારીઓ અને કલગામના સરપંચ રોહિતભાઇ તેમજ ગ્રામજનો હાજર રહયા હતા.

કલગામ સબ સ્ટેશનની વિગતો
આ સબ સ્ટેશનની કુલ સ્થાપિત ક્ષમતાઃ- ૪૦ એમ. વી. એ.
સબ સ્ટેશન ખાતે સ્થાપિત નવા ફીડરોની સંખ્યાઃ- ૬
૧. કોસ્ટલ ૨ મરોલી ૩ કંડાઉ ૪ કોસ્ટલ ૫ ક્રિશ ફલેક્ષી(ઇન્ડ્રસ્ટીયલ) અને ૬ સમરો(એક્ષપ્રેસ)
લાભાર્થી ગામોઃ- ફણસા, કલગામ, મરોલી, તડગામ વિગેરે
સબ સ્ટેશનથી હયાત વીજગ્રાહકોને થનાર લાભા- લાભોની અંદાજીત સંખ્યાઃ- ૫૦૮૫
નવા સબ સ્ટેશનથી થનાર વિશેષ લાભો
સંબધિત વિસ્તારોને પૂરતા વીજદબાણથી વીજળી મળી શકશે. ફીડરોની લંબાઇ ઘટવાથી ટી એન્ડ ડી લોસ ઘટશે. ખેતી અને બિનખેતી વપરાશકારોને વિના વિક્ષપે વીજળી મળી શકશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!