રાજ્ય યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનેટરનું ગાંધીનગરમાં સન્માન કરાયું

ગુજરાત એલર્ટ । વલસાડ
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા આયોજિત બે દિવસીય કાર્યક્રમમાં ૩૩ જિલ્લામાં ૭૩ જગ્યા ઉપર કાર્યક્રમ યોજાયા હતા. જેમાં વિવિધ માપદંડ જેવા કે, શ્રેષ્ઠ આયોજન, શ્રેષ્ઠ નવીનતા, શ્રેષ્ઠ મહેમાન, રાજકીય, ધાર્મિક ગુરુઓની ઉપસ્થિતિ સંખ્યાબળ અને ખૂબ વરસાદ હોવા છતાં સુનિયોજિત શિબિર સંપન્ન કરવામાં આવી હોવાની બાબતોને ધ્યાને લઈ રાજ્યમાં શ્રેષ્ઠ ૧૦ કાર્યક્રમોને રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલજીના વરદ હસ્તે ગાંધીનગર ખાતે વિશિષ્ટ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. જેમાં વલસાડના મોગરાવાડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત કાર્યક્રમને પ્રદેશમાં દ્વિતીય સ્થાન મળ્યું છે. આ કાર્યક્રનું સંચાલન યોગ બોર્ડના દક્ષિણ ગુજરાતના કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. જેથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સફળતામાં પોલીસ ખાતાનો પણ સહયોગ મળ્યો હતો.

Share this post

error: Gujarat Alert Content is protected !!