સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ-વાપી ખાતે વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસની ઉજવણી

ગુજરાત એલર્ટ | વાપી
સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવ-વાપી ખાતે IQAC અને IIC તેમજ વલસાડ શહેરના સ્વદેશી જાગરણ મંચના સંયુક્ત ઉપક્રમે વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ-૨૦૨૬ નિમિત્તે “સ્વાવલંબી ભારત અભિયાન” અંતર્ગત ઉદ્યોગસાહસિકતા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર “સ્વ-નિર્ભરતાથી નેતૃત્વ તરફ યુવા મનને સશક્ત બનાવતા” વિષય પર યોજાયો હતો.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત અને સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. રાજેશ્રી ટંડેલ, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી, વલસાડ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ડૉ. એ. કે. સિંહ, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર (CDHO), વલસાડ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિશિષ્ટ વક્તાઓ તરીકે ડૉ. સીમા ટી. ગાલા, મહિલા કાર્ય પ્રમુખ, ગુજરાત પ્રાંત, સ્વદેશી જાગરણ મંચ, શ્રી કુણાલ તયાલ, ઉદ્યોગસાહસિક, વાપી તેમજ શ્રી વિકાસ રવિન્દ્ર સિંહ, ઉદ્યોગસાહસિક ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ વિદ્યાર્થીઓને ઉદ્યોગસાહસિકતા, નવીનતા, સ્વનિર્ભરતા અને નેતૃત્વના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વલસાડ જિલ્લાના મહિલા સહકાર્યકાર પ્રમુખ વંદના જૈન, વલસાડ જિલ્લા પ્રચાર પ્રમુખ પ્રીતિ ગાંધી, વલસાડ જિલ્લા સિનિયર સીટીઝન ગ્રુપ પ્રમુખ શ્રીમાન રાજેન્દ્ર ગર્ગ તેમજ વલસાડ નગર મહિલા સહકાર્ય પ્રમુખ મનીષા ઠાકુર ઉપસ્થિત રહ્યા હતા.

વક્તાઓએ પોતાના જીવનના અનુભવો અને ઉદ્યોગ ક્ષેત્રની તકો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પરંપરાગત કારકિર્દીના વિકલ્પોથી આગળ વધીને નવી તકોને ઓળખવા, સમસ્યાઓના નવીન ઉકેલો શોધવા તથા પોતાના વિચારોને સફળ ઉદ્યોગમાં પરિવર્તિત કરવા માટે પ્રેરણા આપી હતી. આ સેમિનારમાં ખાસ કરીને ફાર્મસી અને લાઇફ સાયન્સ ક્ષેત્રમાં ઉપલબ્ધ ઉદ્યોગસાહસિક તકો અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને નવીન વિચારસરણી વિકસાવી આત્મનિર્ભર બનવા તથા સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના આયોજનમાં સ્વદેશી જાગરણ મંચના સંયોજક શ્રીમતી સીમા ભટ્ટાચાર્યનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સામાજિક અગ્રણીઓ, મહાનુભાવો, કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉદ્યોગસાહસિકતા જાગૃતિ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનતા, સ્વનિર્ભરતા અને નેતૃત્વ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો તથા સ્વાવલંબી ભારતના નિર્માણમાં યુવાનોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પ્રેરણા પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમના અંતે સ્વદેશી જાગરણ મંચના સંયોજક શ્રીમતી સીમા ભટ્ટાચાર્યની આભારવિધિ સાથે સેમિનારનું સમાપન કરવામાં આવ્યું હતું.
આ કાર્યકર્મની સિધ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામીજી, પૂજ્ય હરિ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી. બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર પ્રોફેસર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમીન ડીરેક્ટર શ્રી. હિતેન બી. ઉપાધ્યાય, ફાર્મસી કોલેજના આચાર્યશ્રી ડૉ. સચિન બી. નારખેડે, તેમજ સ્ટાફ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!