દિવાળી પર્વે વલસાડમાં રસ્તા રીપેરીંગ અને રસ્તાને સુશોભિત કરવાની કામગીરી હાથ ધરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ચોમાસા દરમ્યાન નુકશાન પામેલા અનેક રસ્તાઓને ડામર પેચ તેમજ પેવરથી રિપેર કરવાની કામગીરી કરવામાં આવી છે. હાલ વલસાડથી ધરમપુરને જોડતા સ્ટેટ હાઇવે પર અલગ અલગ જગ્યાએ એક સાથે ડામરની રીપેરીંગની કામગીરી શરૂ કરી ખૂબ જ ઝડપથી ડામર રિપેર કરતા ધરમપુર, કપરાડાના અંતરિયાળ ગામડેથી વલસાડ તરફ અભ્યાસ, નોકરી ધંધા અર્થે અવર જવર કરતા લોકોને વાહન વ્યવહારમાં ઘણી રાહત થઈ છે.

દિવાળીનો સમય નજીક હોય વલસાડ શહેરમાંથી પસાર થતા રસ્તાની ડીવાઈડરને કલર કરી સુશોભિત કરવામાં આવી રહ્યો છે તેમજ અંતરિયાળ રસ્તાઓ પર ગેરુ ચૂનો કરી રસ્તાને સુશોભિત કરાઈ રહ્યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!