ચિંતન શિબિરમાં શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વારલી પેઈન્ટિંગ બનાવ્યું: અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે વારલી પેઈન્ટિંગ્સ નિહાળ્યા

ગુજરાત એલર્ટ | વલસાડ
ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આયોજિત ચિંતન શિબિર દરમિયાન આદિજાતિ કલા અને સાંસ્કૃતિક ભાવનાને વધુ ઉજાગર કરવા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ આદિવાસી મહિલા કલાકારો પાસેથી વારલી કલા શીખી પોતાની સર્જનશીલતાનો ઉપયોગ કરી વારલી પેઇન્ટિંગ બનાવ્યું હતું. આ તકે ગુજરાત સરકારના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘે વારલી પેઈન્ટિંગ્સ નિહાળ્યા હતા.

મંત્રીશ્રી રિવાબા જાડેજા એ સ સંદેશ આપતી અને પ્રકૃતિ સાથે માનવીય સંબંધને ઉજળી બનાવતી આ કળા નવી ઊંચાઈઓ તરફ દોરી જશે એવી આશા વ્યક્ત કરી હતી.

નોંધનીય ભારતીય લોકકળાઓ હંમેશા સમાજમાં સ્ત્રીની ભૂમિકા, તેમની સર્જનાત્મક શક્તિ તથા સશક્તિકરણના સંદેશને ઉજાગર કરતી આવી છે.

તેમાં ખાસ કરીને વારલી કળા પ્રકૃતિ અને સ્ત્રી બંને વચ્ચેના અખૂટ સંબંધનું અદભૂત પ્રતિબિંબ પ્રસ્તુત કરે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!