મંત્રી કનુભાઈ દેસાઈ આગેવાનો સાથે વાપીનાં મતદારોના ઘરે પહોંચ્યા: પીએમ મોદીનો પત્ર આપી ભાજપને મત આપવા અપીલ કરી

ગુજરાત એલર્ટ । વાપી
આજરોજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પોતાના મત વિસ્તાર વાપી શહેર અને વાપી નોટિફાઇડ મંડળમાં ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત બુથ નંબર 212 અને 214 બુથમાં રાજમોતી સોસાયટી , મૈત્રી નગર સોસાયટી ખાતે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત નરેન્દ્રભાઈ મોદીનો લેટર આપવામાં આવ્યો હતો. સાથે મારું પરિવાર મોદીનું પરિવાર સૂચિત કરતા સ્ટીકર ઘરે ઘરે લગાડવામાં આવ્યા હતાં. ભારતીય જનતા પાર્ટીનું પ્રતીક એવા ભાજપના ધ્વજને દરેકના ઘરે લહેરાવવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સતિષભાઈ પટેલ(વાપી શહેર ભાજપ પ્રમુખ), હેમંતભાઈ પટેલ(વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ), મેહુલભાઈ પટેલ(વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ), કૌશિકભાઈ પટેલ(વાપી નગરપાલિકા પાણી સમિતિ ચેરમેન), સુરેશભાઈ પટેલ(વાપી નગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન), કોર્પોરેટર અર્ચનાબેન દેસાઈ, કોર્પોરેટર પરિક્ષિતભાઈ, મનોજભાઈ તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ અને રહીશો આ અભિયાનમાં હોંશભેર જોડાયા હતા. ઘર ઘર સંપર્ક અભિયાનમાં મંત્રી કનુભાઈ દેસાઈ જોડાતા ભાજપ કાર્યકરોનો ઉત્સાહ બેવડાયો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!