વલસાડ જિલ્લામાં વિવિધ રેહણાંક સોસાયટીઓ અને હાટ બજારમાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજાયા

ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંદર્ભે ૨૬-વલસાડ બેઠક પર આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે ત્યારે વલસાડ જિલ્લાના દરેક તાલુકાઓમાં વિવિધ સ્થળો મતદાતાઓને વધુ મતદાન માટે જાગૃત કરવા માટે સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ કાર્યક્રમો સાથે વિવિધ પ્રવૃતિઓનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. મતદારો લોકશાહીના મહાઉત્સવમાં પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ મેનેજમેન્ટ કમિટીના નોડલ અધિકારીશ્રી –વ- જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી.વસાવા અને ટીમ દ્વારા વિવિધ ગ્રામ પંચાયતો, સસ્થાઓ, શાળાઓ અને ઇન્ડસ્ટ્રીઓમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે તા. ૨૪ એપ્રિલને રવિવારના રોજ વાપી તાલુકાની વિવિધ રેહણાંક સોસાયટીઓમાં, બજાર વિસ્તારો અને કંપનીઓમાં તેમજ કપરાડા તાલુકાના અસ્ટોલ ગામ ખાતે હાટ બજારમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજાયા હતા.

સ્વીપ અંતર્ગતના મતદાર જાગૃતિ કાર્યક્રમ હેઠળ કપરાડા ખાતે અસ્ટોલ હાટ બજારમાં મહિલા મતદાર જાગૃતિના કાર્યક્રમ થકી મહિલાઓને મતદાનનું મહત્વ સમજાવી મતદાનની ફરજ પ્રત્યે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે ધરમપુરના એગ્રો દુકાન દ્વારા વોટ આપનારા મતદાતાઓને તા.૭મી મેના રોજ ૧૦% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી મતદાર જાગૃતિ ફેલાવવામાં આવી છે.

આ સાથે જ તેઓને મતદાર યાદીમાં પોતાનું નામ છે કે નહી તે ચેક કરવા, મતદાર કઈ તારીખે અને કયાં મતદાન કરવા જવાનું છે, બુથનું નામ અને નંબરથી માહિતગાર હોવા જોઈએ અને તા. ૭ મે ના રોજ મતદાન કરવા માટે રજા મળશે તે બાબતે માહિતી આપવામાં આવી હતી.

કામદારોને ‘‘હું અવશ્ય મતદાન કરીશ’’ એ અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!